________________
[ શ્રી વિજયપધસૂરિકૃત
પ્રયત્ન નિષ્ફળ ગયે. આવા પ્રકારના શીલ વીર પુરૂષ જ કામદેવને થકવી શકે છે. એટલે મન વચન કાયાએ અખંડ શીલ વ્રત પાળી શકે છે. પરમ પુણ્ય મળી શકે એવા શ્રી જિનશાસનમાં જ આવા મહા પુરૂષ જયવંતા વર્તે છે. માટે જ મહર્ષી ભગવંતાએ મજબૂત ભીંત પાયા ને પાટડા વાળું જૈન શાસન કહ્યું છે કે જેમાં અઢાર દૂષણ રહિત શ્રી વીતરાગ દેવ પાયા (મૂળ) સમાન છે. મહાવ્રતધારી ધર્મ શુદ્ધ પ્રરૂપક સત્યાવીસ ગુણોથી શોભાયમાન મુનિવરો ભીંત સમાન છે. પવિત્ર દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના રૂપ મેક્ષ માર્ગ વિગેરે પદાર્થોના સ્વરૂપ વાળું કષ છેદ તાપ રૂપ ત્રિપુટી શુદ્ધ ઉત્તમ તત્વજ્ઞાન પાટડા સમાન છે. આ વાક્યનું તાત્પર્ય એ છે કે શ્રી વીતરાગ પરમાત્મા સ્ત્રી વિગેરે રાગના સાધનને સર્વથા સંગ કરતા નથી, માટે તેમનામાં લગાર પણ રાગ હોઈ શકે જ નહી. તે પ્રભુ દેવ શસ્ત્ર વિગેરે દ્વેષને સાધને પણ રાખતા નથી, એથી દેષ વિનાના છે એમ સાબીત થાય છે. તથા હાથમાં રહેલા આમળાની માફક ત્રણે લોકના અને અલેકના સંપૂર્ણ -દ્રવ્ય ગુણ પર્યાયાની ત્રણે કાલની તમામ સ્પષ્ટ બીનાને જાણનાર સદા ધ્યેય શ્રી વીતરાગ પ્રભુ દેવમાં અજ્ઞાનને અંશ પણ કેમ માની શકાય? એટલે ન જ માની શકાય. ભગવંતે કહેલી ત્રિપદી રૂપ તરંગિણી (નદી) ના ઝરણાં જેવા વિશાલ પ્રમાણવાલા પવિત્ર આગમો જે કે પડતો કાલ વિગેરે કારણેને લઈને તથા ભૂતકાળમાં થયેલા વિવિધ આક્રમણથી અત્યારે બહુ જ ટુંકા સ્વરૂપમાં હયાત છે. એટલે બાર વર્ષના દુકાલ વિગેરે કારણોને લઈને આગમોની