________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૪૫ લેકમાં કહેલાં બધાં વિશેષણે રાજીમતીમાં ઘટી શકે છે). અને માતા શીવાદેવીને પ્રભુએ એ જ જવાબ આપે કે ભલે તને પુત્ર વધૂ (પુત્રની સ્ત્રી) જેવાની લાલસા હોય પરતુ દુર્ગધ મય સાત ધાતુ વિગેરે અશુચિ પદાર્થોની અપવિત્ર કથળી સરખી સ્ત્રીના શરીરમાં ડાહ્યા પુરૂષે રાગ ન જ કરે જોઈએ. આ સ્ત્રી અને મુક્તિ રૂપી સ્ત્રીમાં ઘણે જ તફાવત છે. મુક્તિ રૂપી સ્ત્રી અપવિત્ર પદાર્થોથી ભરેલી નથી, રાગી ઉપર વિરાગી નથી, પણ વિરાગીની (સાંસારિક પદાર્થોને મેહ છોડનારા જીવની) ઉપર રાગ રાખનારી છે, અને મનુષ્ય સ્ત્રી તે રાગી પુરૂષની ઉપર પણ સ્વાર્થ સર્યા બાદ તાત્ત્વિક રાગ રાખનારી નથી જ, સ્વાથી રાગવાળી હોય છે, ને કે તે બિલકુલ વિરાગી (પતિની ઉપર અરૂચિ, કંટાળો ધારણ કરનારી) હોય છે. માટે મુક્તિ સ્ત્રી એ જ ઉત્તમ હોવાથી તેના પ્રત્યે મારો અધિક રાગ છે. દુનિયાના મૂઢ છો આ સ્ત્રીથી ભલે આનંદ માને પણ તે ખરે આનંદ છે જ નહિ. એ આનંદ તે ક્ષણિક રાજસી આનંદ છે, ખરે સાદિ અનન્ત સાત્વિક આનંદ તો મુકિત સ્ત્રીને જ છે, માટે હું તે તેવી મુક્તિ સ્ત્રીને જ ચાહું છું.
વળી એવી જ ઉત્તમ ભાવનાથી આઠ સ્ત્રીઓને તજનાર શ્રી જંબુસ્વામી તથા વેશ્યાને પ્રતિબોધનાર શ્રી સ્યુલિભદ્ર વિગેરે શીલવીર પુરૂષોને જોઈને કામદેવ પણ થાકી ગયે, તેણે (કામદેવે) તે બ્રહ્મા વિષ્ણુ મહાદેવના જેવા ગણીને ચળાયમાન કરવાને ઘણેએ પ્રયત્ન કર્યો પણ તે બધાએ