________________
[ શ્રી વિજયપધસૂરિકૃતમૂકવાથી) જરૂર શીલવીર પણું મેળવી શકાય છે. ખરાબ રૂપ વાળી સ્ત્રીઓને છોડનારા દુનિયામાં ઘણાએ દેખાય છે, તેમ જ જે સ્ત્રીઓ કળા કુશળ નથી (અભણ છે), વિશિષ્ટ લાવણ્યવાળી નથી, જુવાનીવાળી નથી, સુંદર રૂપવાળી નથી, એવી સ્ત્રીઓને છોડનારા તે હજાર પુરૂષો દેખાય છે, જુઓ દુનિયામાં કેરડાનાં ને લીંબડાનાં ઝાડ એાછાં હોય છે? ના. ઓછાં તે કપૂરનાં ને ચંદનનાં ઝાડ હોય છે, તથા પશુઓમાં ગધેડા ને ઉંટની ખામો છે? ના, ખામી તો યુદ્ધમાં જીત આપનારા ઉત્તમ ઘેડા અને હાથીઓની જ હોય છે, તેમ અસુંદર સ્ત્રીઓને છોડનારાઓની ખામી નથી, ખામી (ઓછાશ) તે સાચા વૈરાગ્ય ભાવથી ઉત્તમ રૂપવતી સ્ત્રીએને છોડનારા શીલ વીર પુરૂષની જ હોય છે, માટે જે સ્ત્રીઓ કળા કુશળ છે (ભણેલી ગણેલી છે), પુષ્ટ અને ઉંચા સ્તનના ભારથી મંદ મંદ ગતિએ ચાલનારી છે, દેખાવમાં નાગ કન્યા સરખી સુંદર છે, જેણીના દરેક અવયમાં નવજુવાની ખીલી રહી છે, એવી સ્ત્રીઓને પણ નરકના માર્ગની દીવડી સરખી ગણીને જેઓએ તજી દીધી છે, અને જે પૂજ્ય પુરૂષે તેવી સ્ત્રીઓને મનમાં વિચાર સરખો પણ કરતા નથી, નથી તેવા વચન બોલતા કે નથી તેવી ક્રિયા કરતા, અને ખાત્રી પૂર્વક એમજ સમજે છે કે ઝેર ખાવાથી તે એક જ વાર માણસનું મરણ થાય પરંતુ વિષયેને તે વિચાર (ચિંતવના) માત્ર પણ અનેક ભવ સુધીના (ઘણી વાર) મરણ આપનારો છે. ધન્ય છે બાળ બ્રહ્મચારી શ્રી અરિષ્ટ નેમિનાથ ભગવંતને કે જેમણે નવા ભવના પ્રેમવાળી રાજીમતીને પણ ત્યાગ કર્યો, (આ