________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
વેશ્યા હતી સુંદર ઘણી સઘલી કલાને જાણતી, ભર જુવાન છતાય તેમાં પ્રેમ ન ધ પણ રતિ. ૪૦
રાશી ચોવીસી સુધી મુનિ નામ ટકશે શીલથી, વસ્તુ સ્વરૂપ સમજી તજતા નવિ ઠગાએ ભેગથી; મુંબઈગરા મુનિરાજ આશાની ગુલામી નહિ કરે, સર્વ જી દાસ થઈને તેમને વંદન કરે. ૪૧
અક્ષરાર્થ – સૌન્દર્યના અપૂર્વ ભંડાર જેવી, કળાઓના સમૂહને જાણવામાં બ્રહ્મા જેવી, લાવણ્યના સમુદ્ર સરખી, પુષ્ટ અને ઉંચા સ્તનના ભારથી મંદ મંદ ગતિ કરનારી, નાગ કન્યા જેવા સુંદર આકારવાળી અને નવી જુવાની વડે ખીલેલા શરીરવાળી એવી સ્ત્રીને સમાગમ-સંગ (પરિચય, સહવાસ) જેઓએ પૂરેપૂરી સમજણ પૂર્વક તપે છે તેવા મુનિઓના મનની અંદર નિરાશ (ઉદાસ) થયેલ એ કામદેવ શું કરી શકે ? (એટલે તેવા મુનિઓના મનમાં વિષય તૃષ્ણ વર્તતી જ નથી) ૭
સ્પષ્ટાર્થ–આ લેકમાં ગ્રન્થકારે અપૂર્વ બીને એ જણાવી છે કે જેમ શાસ્ત્રમાં કણ રાજા વિગેરે દાનવીર, શ્રી શાન્તિનાથ શ્રી મહાવીર સ્વામી વિગેરે તપવીર, શ્રી રામ વિગેરે યુદ્ધ વીર પુરૂષ કહ્યા છે તેમ કામદેવને થકવનારા શ્રી જંબૂસ્વામી આદિ શીલવીર પુરૂ શ્રી જૈન શાસનમાં ઘણા થઈ ગયા છે, તેઓની ભાવના વચન અને કાર્યો સાંભળવાથી અને તે પ્રમાણે વર્તન રાખવાથી (અમલમાં