________________
૩૮
[[ શ્રી વિજ્યપધસૂરિકૃતસહાય કરી છે. જ્યાં સુધી આ દેહ રૂપી કિલ્લામાં વધારે અન્નપાણ દાખલ થાય છે, ત્યાં સુધી ભયંકર કર્મો રૂપી ચારે શરીર રૂપી કિલ્લામાંથી બહાર નીકળતા નથી. કારણ કે ત્યાં (કિલ્લામાં) તેમને પૂરેપૂરો ખેરાક મળે છે, એટલે કર્મોની પીડા રૂપી ભાવ રોગને દૂર કરવાને દવા જેવું તપ છે. આહારને અટકાવવા રૂપ તપથી કર્મ રૂપી ચેરના જુલમ ટાળી શકાય છે. આ પ્રસંગે યાદ રાખવું જોઈએ કે વિના કારણે હદ ઉપરાંત વિગઈ વિગેરે પદાર્થોને વારંવાર વાપરવાથી (ખાવાથી) રાગાદિ શત્રુઓને ઉપદ્રવ ખાનારને સહન કરવું પડે છે. આ બાબતમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે હદ ઉપરાંત વિના કારણે ચીકાશ વાળા પદાર્થો ન જ ખાવા જોઈએ. કારણ કે ખાય તે ઉન્માદ વધે, જેથી કામદેવ ખાનારા ઓને વિવિધ ઉપદ્રવ કરે છે. અહીં દૃષ્ટાંત એ છે કે જેમ પક્ષિઓ સ્વાદિષ્ટ ફળને ચાંચ મારી પીડે છે, તેમ સ્નિગ્ધાહાર વાપરનારને રોગાદિ શત્રુઓ પીડે છે. વળી પ્રમાદને દૂર કરવાના ઈરાદાથી, અને મનની સ્થિરતા પૂર્વક સ્વાધ્યાય કરવાના મુદ્દાથી ભવ્ય જીવોએ ઊણે દરિકા તપ પણ જરૂર કરે જોઈએ. તપને અપૂર્વ મહિમા એ છે કે જેમ પવનથી શેરી સાફ થાય છે, પાણીથી શરીર વાસણ
ખાં બને છે, તેમ નિયાણાને ત્યાગ કરી વિધિપૂર્વક જ્ઞાન–ક્ષમા સહિત સાધેલા તપથી જીવ પણ જરૂર નિર્મલ બને છે. જેમ અગ્નિથી સેનું ચેખું બને, તેમ તપ રૂ૫ અગ્નિથી કર્મ રૂપ મેલથી મેલે બનેલે જીવ પણ ચાખે બને છે. જેમ સેનાને કુલડીમાં નાંખી અગ્નિ સળગાવી ફૂકીએ, તે તે સાફ થઈ ચકચકાટ મારે છે, તેમ શરીર રૂપી