________________
3.
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ] કુલડીમાં રહેલા જીવ રૂપી સોનાને નિર્મલ-સતેજ બનાવવા માટે તપ રૂપ અગ્નિ સળગાવી જ્ઞાન રૂપે પવન ના જોઇએ. જીવ રૂપી સોનું પૂર્વે બાંધેલા અને સમયે સમયે નવીન બંધાતા કર્મો રૂપી માટીમાં ભર્યું છે, છતાં તપશ્ચર્યા રૂપી અગ્નિના તાપથી માટી દૂર થઈ શકે છે ત્યારે જીવની કેવલજ્ઞાન રૂપી કાંતિ બહુજ ઝળકી ઉઠે છે. ધગધગતે અગ્નિ જેમ ઘણું લાકડાંને પણ ક્ષણ વારમાં બાળે, તેમ ઘણું જન્મપરંપરામાં બાંધેલા પાપને પણ તપથી જલદી બાળી શકાય છે.
વળી દુર્ગધમય આ અસાર શરીર પણ તપશ્ચર્યા કરવાથી જ ઉત્તમ અને સફલ ગણાય છે, તપથી શરીર સૂકાય એ તો શરીરને સ્વભાવ છે પણ સૂકાવાના ભયે તપ ન કરવું એ અજ્ઞાન છે, કારણ કે જે તપથી શરીર નહિં સૂકાય તે પણ પ્રાયે રેગથી તે સૂકાવાનું છે જ. વળી અહીં જ શુદ્ધ તપ થઈ શકે છે, માટે મનુષ્ય ભવ ઉત્તમ કહ્યો છે. એમ સમજવું જોઈએ.
વળી તપ કરે તે પણ આર્તધ્યાન ન થાય, અને બીજા સંયમ ગોમાં શિથિલતા ન આવે એ રીતે કરે જોઈએ. તેમજ બીજા આવશ્યક ધર્માનુષ્ઠામાં વ્યાઘાત ના પહોંચે (અન્તરાય ન પાડે) એ તપ કરે. તથા તપ કીર્તિની ધનની કે પુત્રાદિકની ઈચ્છાએ કે ચકવર્યાદિકની સદ્ધિ પામવાની ઈચ્છાએ ન કરે, પરંતુ કર્મની નિર્જરા થવાના ઉદ્દેશથી કરો, અને શ્રદ્ધા સહિત જ્ઞાન તથા વિવે
૧. સાંસારિક પદાર્થોની ઈચ્છા રાખીને તપ કરનાર છે તેના સંપૂર્ણ ફલને પામી શકતા નથી.