________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
૩૭
જુઓ-નાગાર્જુન ચેાગીએ કોટિવેધ રસસિદ્ધિને મહા મુશ્કેલીથી મેળવ્યા બાદ રાવળ લાખણસિંહની મારફત ગુરૂશ્રી પાદલિપ્તસૂરિની ઉપર તે રસ ઢીબમાં ભરી ભેટ માકલાવ્યા, ડીખમાંથી તે રસને ગુરૂએ જમીન પર ઢોળી નાખ્યા, અને તે ખાલી ડીખમાં ગુરૂએ સૂત્ર ભરીને રાવળને કહ્યું કે આ નાગાર્જુનને આપજે. તે ઠીખ રાવળે નાગાર્જુનને આપી, અને મૂત્રથી ભરેલી જાણી ક્રોધ ચઢવાથી લેખડની શિલાઓ ઉપર પછાડી, તેથી મૂત્રનાં ટીપાં જે જે શિલા ઉપર પડયાં તે બધી શિલાઓ સાનું ખની ગઈ. આ બનાવ જોઇ નાગાઈનના ક્રોધ શાન્ત થયા, માન ગળી ગયું અને આશ્ચર્ય પામી ગુરૂના પગે પડી અપરાધ ખમાવી વંદના કરી. વળી તપસ્વીના અંગુઠા અડવાથી પણ વસ્તુ અક્ષય મને છે. જીએ-શ્રી ગૌતમ સ્વામીએ ખીરના પાત્રામાં અંગુઠા રાખીને થાડી ખીરથી પણ ૧૫૦૩ તાપસાને પારણું કરાવ્યું. આ તપના સબંધમાં ભવ્ય જીવેા આ પ્રમાણે નિર્મલ ભાવના ભાવે છે કે હું જીત્ર! ચિત્તરૂપી કરડિયામાં રાગ દ્વેષ વિગેરે અંતરંગ શત્રુઓ રૂપી સર્પ રહ્યા છે. તે સૌ મદોન્મત્ત થઈને તને કનડગત કરી રહ્યા છે તેઓને મળતા આહાર અટકાવીએ, એટલે જો તું તપ કરે અને એ રીતે તેમના આહાર અટકાવી દે, તેાજ તે કનડગત કરતા અંધ થાય. એટલે તપથી તૃષ્ણા ઘટે છે, અને અતરંગ શત્રુઓને જીતી શકાય છે. એમ સમજીને તારે જરૂર યથાશક્તિ તપ કરવા જોઈએ. તથા લેાહચુંબકથી જેમ લેાઢાનું આકર્ષણ (ખે ચાણુ) થાય છે, તેવી રીતે તપના પ્રભાવથી દેવા પણ આકર્ષાય છે, મદદ કરે છે. જીએ-હિરકેશને અને અલમુનિને દેવે એ