________________
૬૩૮
[ શ્રી વિજયપધસૂરિકૃતરૂપે મનાય તેની જયણ. અવસરે જાણ થતાં આયણ લેવી જોઈએ. ભણાવનાર અન્ય મતિનું ઉપકાર બુદ્ધિએ ઉચિત જાળવવું પડે, તેની જાણું. કેઈ કાર્ય ધર્મ વિરૂદ્ધ હોય છતાં લેક વિરૂદ્ધથી બચવા ખાતર દાક્ષિણ્યતાદિથી અનિચ્છાએ પણ કરવું પડે, તેની જયણા. અહીં ધર્મ બુદ્ધિથી કરવાનું હોય જ નહિ. અને અનુમોદના પણ ન કરાય. આ બાબતમાં ઉદાહરણ સાર્વજનિક, સામુદાયિક તળાવ વિગેરે માટે વ્યવહાર જાળવો પડે. વ્યવહાર દ્રષ્ટિએ અન્ય ધર્મોને પ્રણામ, કરે પડે તેની જયણા.
સમ્યકત્વના છ આગાર-૧ રાજાદિકની સત્તાને આધીન થઈ (સમ્યકત્વ વિરૂદ્ધ) કરવું પડે. ૨ જનસમુદાયની પ્રેરણાથી કરાય ૩ ચોરાદિકની ધમકીથી કરવું પડે. ૪ ક્ષેત્રપાલાદિ દેવના પરવશપણાથી કંઈ કરવું પડે. ૫ વડીલોના આગ્રહથી કરાય, ૬ આજીવિકા નિમિત્તે કંઈ કરાય તેની જયણ. વિશેષ બાના ગુરૂગમથી જાણવી.
- મિથ્યાત્વના ૧૫ ભેદ ૧. પિતે માનેલા મતને ન છોડે તે આભિગ્રહીક ૨. બધા મતને સરખા માનવા તે અનભિગ્રહિક. ૩. લેકમાં પૂજાવાની બુદ્ધિએ જાણી બુઝીને સાચું રહસ્ય જાણતા છતાં ઉલટી પ્રરૂપણ કરી, ન મત સ્થાપન કરે તે આભિનિવેશિક, અહીં જમાલિ વિગેરેનું દષ્ટાંત જાણવું. ૪. શ્રી જિન વચનમાં શંકા કરવી તે સશયિક. ૫. અસંજ્ઞી જેને જે