________________
શ્રી શ્રાવકવૃતદીપિકા ]
૬૩૧ પાકું એવું શાક વિગેરે અચિત્ત માનીને ખાય, ૫ તુચ્છેષધિ ભક્ષણ એટલે જેમાં ખાવાનું થોડું અને નાખી દેવાનું વધારે હોય તેવી વસ્તુ ખાવી. વળી આ વ્રતમાં ૧૫ કમદાન સંબંધી ૧૫ અતીચાર લેવાથી કુલ ૨૦ અતીચાર થાય છે, તેમાં ૧૫ કર્માદાનનાં નામ તથા ટુંક સમજણ આ પ્રમાણે –
૧ અંગારકર્મ–કુંભાર, ભાડભુંજા વગેરેનાં અગ્નિ સંબંધી કામ તથા ચુનો, ઈટ નળીયાં વગેરેના વેપાર.
૨ વનકર્મ–વનસ્પતિ સંબંધી એટલે લીલાં શાક, પાંદડાં વગેરેને વેપાર.
૩ સાડીક–ગાડા, હળ વગેરે તૈયાર કરવાં, તેને વેપાર,
૪ ભાડાકર્મ-ગાડી, ઘોડા, ઉંટ, વગેરે ભાડે આપવાને વેપાર.
૫ સ્ફટિક કર્મ-કુવા, વાવ, તળાવ વગેરે દવાં, દાવવાં.
૬ દંતવાણિજ્ય-હાથી દાંત વગેરેને વેપાર. ૭ લમ્બવાણિજ્ય-લાખ તથા ગુંદર વગેરેને વેપાર. ૮ રસ વાણિજ્ય-ઘી તેલ વગેરે રસને વેપાર.
૯ કેશ વાણિજ્ય-પશુ પંખી વગેરેને ઉન પિછાને તથા ગુલામીને વેપાર.