________________
૬૩ર
[ શ્રી વિજયપધસૂરિકૃત૧૦ વિષ વાણિજ્ય–સેમલ વગેરે ઝેરને તથા તરવાર વગેરે શસ્ત્રનો વેપાર.
૧૧ યંત્ર પીલણ કમઘંટી, મીલ, જીન વગેરેને ધંધે,
૧૨ નિલછન કર્મ–બળદ, ઘોડા, ઉંટ વગેરેના નાક કાન વિધવા તથા નપુંસક બનાવવાને ધંધ.
૧૩ દવેદાન કર્ય–વન વગેરેમાં અગ્નિ સળગાવે.
૧૪ સરહ શેષણ કમ-સરવર, તળાવ વગેરેનાં પાણી સુકવી નાંખવા.
૧૫ અસતી પોષણ-કુતરા, બિલાડાં વગેરે હિંસક જીવો પાળવાં. અહીં કર્માદાનને અંગે નિયમ કરી જરૂરી જયણ રાખવી.
આ વ્ર નું ફલ–આ વ્રતના પાલનથી જીવન મર્યાદિત બને, પાપ કર્મના બંધથી બચી શકાય, શરીરની સ્વસ્થતા વધે. તથા સ્વર્ગાદિકના સુખ મળે.
ઉદા-ધર્મ રાજા આ વ્રત પાલીને દીક્ષા લઈને મેક્ષે ગયા છે. આ વ્રતમાં ત્યાગ કરેલી વસ્તુઓ સ્વપ્નમાં વપરાય તેની જયણા.
આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત.
અર્થ-સ્વજન, શરીર, વિગેરે નિમિત્તે જે પાપકર્મ સેવાય તે અર્થદંડ કહેવાય. અને જે કરવાથી પિતાને અને પરને કાંઈ લાભ નથી તે છતાં નાહક જ શેખને ખાતર જે પાપ કર્મો કરાય તે અનર્થ દંડ કહેવાય. તેને ત્યાગ કરે તે.