________________
૬૨૮
[ શ્રી વિજયપધરિતઉદાર-પેથડ શ્રાવક આ વ્રતના પાલનથી ઘણું ત્રાદ્ધિ પામ્યા હતા. અને પરલોકમાં દેવતાઈ ઋદ્ધિ વિગેરે પામ્યા. વિશેષ બીના દેશ વિરતિ જીવનમાંથી જાણવી.
છ દિશિ પરિમાણ વ્રત.
અર્થ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચાર દિશાઓ તથા ઉપલક્ષણથી ઉપર તથા નીચે અમુક હદ સુધી જવાને નિયમ કરે તે.
આ વ્રતના પાંચ અતીચાર–ઉંચે જવાના નિયમ ઉપરાંત જાય. ૨ નીચે જવાના નિયમ ઉપરાંત જાય. ૩ ચાર દિશામાં નિયમ ઉપરાંત જાય. ૪ એક દિશામાં નિયમના જન ઘટાડી બીજી દિશામાં વધારે. ૫ કેટલી હદ રાખી છે તેની ખબર નહિ રહેવાથી ધારેલી હદ ઉપરાંત જવું.
આ વ્રતનું ફલ–આ વ્રતમાં મુકરર કરેલી હદ બહારના ક્ષેત્રમાં થતા પ્રાણાતિપાતાદિથી બચી શકાય એમ પાંચે અણુવ્રતને દેશથી લાભ મળે તથા તે બહારના ક્ષેત્ર સંબંધી ૧૮ પાપસ્થાનકને ત્યાગ થાય તથા સંતેષમય જીવન બને, સુખ સમૃદ્ધિ મળે. પરલેકમાં સ્વર્ગાદિના સુખ મળે.
ઉદાહ-સિંહ શેઠ આ નિયમ પાળી કેવલી થઈ મેસે ગયા. આ વ્રતમાં વ્યાપારાદિ કારણે તાર, ટપાલ, છાપાં વગેરેની જય રાખી શકાય.