________________
[ શ્રી વિજ્યપધસૂરિકૃતકરી નથી એવી વેશ્યા અથવા કુંવારી સાથે ગમન (કામ કીડા) કરવું ૨ કેઈએ વેશ્યાદિકને અમુક વખત સુધી રાખેલ હોય તેવી સ્ત્રી સાથે ગમન કરવું. ૩ લેગ વાસનાને વધારનારી આલિંગન, ચુંબન વગેરે કીડા કરવી. ૪ પર વિવાહ કરણ એટલે પારકાના વિવાહ કરવા કરાવવા. ૫ તીવ્ર અનુરાગ એટલે કામચેષ્ટામાં તીવ્ર ઈચ્છા રાખવી.
વિષય સેવનનું ફલ-ભયંકર ક્ષય રોગાદિકની તથા દુર્ગતિની પીડા ભેગવવી પડે.
બ્રહ્મચર્યનું ફલઅહીં લાંબું આઉખું. તેમજ શરીરનું આરોગ્ય વિગેરે. તથા પરલોકમાં સ્વર્ગાદિકનાં સુખ મળે.
ઉદા. સુદર્શન શેઠ, વિજય શેઠ, વિજ્યા શેઠાણી, મલયાસુંદરી વગેરે અહીં સુખ સમૃદ્ધિ, યશ વગેરે અને પરલેકમાં સ્વર્ગાદિના સુખ પામ્યા.
પાંચમું સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત.
અર્થ -અમુક અંશે પરિગ્રહ એટલે ધન ધાન્યાદિકને નિયમ કરવો તે.
પરિગ્રહ નવ પ્રકારનો છે તેનું પરિમાણ કરવું.
૧ ધનનો એટલે રોકડા રૂપીઆ અમુક પ્રમાણના રાખવાનો નિયમ કરે.
૨ ધાન્યને એટલે ઘઉં ચેખા વગેરે અનાજ અમુક પ્રમાણમાં રાખવાનો નિયમ કરો.