________________
Rા ૧૩.
શ્રી શ્રાવકવતદીપિકા ]
દૃશ્ય રાજ્ય વિરૂદ્ધ દાણ ચોરી પ્રમુખ કરવી પ લેવા તથા આપવામાં ખોટાં કાટલાં તથા ખોટા ગજ વિગેરે રાખવાં.
ચોરીનું ફલ-આ લેકમાં રાજા વગેરે તરફથી જેલ વગેરેની સજા મળે, તથા અપજશ ફેલાય. અને પરલોકમાં નરકાદિના ભયંકર દુઃખ ભોગવવા પડે.
ઉદાહ-લોહખુર ચેરને ફાંસીની તીવ્ર વેદના ભોગવવી પડી વિગેરે. આ વ્રતના પાલનથી નાગદત્તને ફાંસીની વિડં. બના ટળી અને રાજા તરફથી બહુ માન મળ્યું.
આ વ્રતમાં જે વસ્તુ લેવાની કેઈના તરફથી મનાઈ ન હોય તેવી ઘાસ વગેરે વસ્તુ લેવાની તથા અજાણતાં અથવા સ્વપ્નમાં કાંઈ અદત્ત વસ્તુ લેવાઈ જાય વિગેરે બાબતની જ્યણું રાખી શકાય.
ચોથું સ્થલ મૈથુન વિરમણ વ્રત. અમુક અંશે મૈથુનને એટલે વિષય સેવનને ત્યાગ કરે તે સ્થૂલ મૈથુન વિરમણ વ્રત. શ્રાવકેએ સંપૂર્ણ એટલે સ્વસ્ત્ર સેવનને પણ ત્યાગ કરીને સર્વથા બ્રહ્મચર્ય પાળવું. બહુ જ હિતકારી છે. પરંતુ તેમ ન બની શકે તે પિતાની સ્ત્રીને વિષે સંતેષ તથા પારકી સ્ત્રીને ત્યાગ તે જરૂર કરે જ. વિશેષમાં સ્વસ્ત્રી અથવા સ્વ પુરૂષની સાથે પણ કામ કીડાને દશ અથવા પાંચ તિથિએ તે જરૂર ત્યાગ કર જોઈએ.
આ વ્રતના પાંચ અતીચાર–૧ જેને કોઈએ ગ્રહણ