________________
૬૨૪
[ શ્રી વિજયયવસૂરિકૃત૫ ખોટી સાક્ષી પૂરવી નહિ. દેહાંત શિક્ષાના પ્રસંગે જયણા. બીજા જરૂરી કારણે પણ જ્યણા રાખી શકાય.
સત્યનું ફલ–દે મદદ કરે, યશકીર્તિ, સ્વર્ગાદિ. ઉદા વસુ રાજાનું સિંહાસન અદ્ધર રહેતું હતું.
અસત્યનું ફલ-મૂંગાપણું વિગેરે, નરક વિગેરે. ઉદા વસુ રાજા જૂઠું બોલતાં નરકે ગયે વિગેરે.
અતિચાર તજવાની બીના. ૧ વિચાર કર્યા વગર બલવું નહિ. ૨ કેઈની છાની બીના જાહેર કરવી નહિ. ૩ સ્ત્રીના મર્મ (ગુપ્ત વાત) ખુલ્લા ન કરવા. ૪ બેટ ઉપદેશ કરવો નહિ. ૫ ખોટા દસ્તાવેજ લખવા વિગેરે કરવું નહિ. વિશેષ બીના દેશવિરતિ જીવનમાંથી જાણવી.
સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. અર્થ—જે વસ્તુને જે માલીક હોય, તેની રજા સિવાય તે વસ્તુ ન લેવાય. ચોરવાની બુદ્ધિએ કોઈની પિટલી વિગે. રેની ગાંઠ છોડવી, ખિસ્સા કાતરવા વિગેરે પણ ચેરીના પ્રકાર છે. લેભથી ચોરીને માલ સસ્તા ભાવે લે નહિ. વિગેરે બીન અહીં ગુરૂગમથી જાણવી.
આ વ્રતના પાંચ અતીચાર-૧ ચેર પાસેથી ચોરેલી વસ્તુઓ લેવી, ૨ ચેરીના ધંધામાં સહાય કરવી, ૩ બેટી વસ્તુને ખરી જેવી કહીને અથવા ભેળસેળ કરીને વેચવી. ૪