________________
દરર
[ શ્રી વિજયપધ્ધસૂક્તિદરરોજ દેવ ગુરૂના દર્શન કરી પચ્ચખાણ પાળવું. સાંજે ચોવિહાર વિગેરે કરે. આવક (પેદાશ) ને અમુક ભાગ સાત ક્ષેત્રમાં વાપરે. છતી જોગવાઇએ ત્રિકાલ પૂજા વિગેરે કરે. સૂતકાદિ કારણે જયણે અમુક સંખ્યામાં (ધારણું પ્રમાણે) નેકારવાલી વિગેરે ગણે. દેવાદિ સેગન ન ખવાય. મિથ્યાષ્ટિ દેવાદિની બાધા ન રખાય. આ રીતે દ્રવ્યાદિથી સમ્યકત્વની નિર્મલ સાધના કરવી. તેના પ્રભાવે શ્રેણિક વિગેરે તીર્થકર થશે. અહીં દ્રવ્યાદિની તથા છ છીંડી વિગેરેની બીના દેશવિરતિ જીવનમાંથી જાણવી. સમ્યકત્વને મજબૂત કરનારા દેવ દર્શનાદિના નિયમ હંમેશને માટે કરવા. તેમાં જરૂરી કારણે જયનું રખાય. દેવ ગુરૂ વિગેરેની આશાતના ટાળવી. દર વર્ષે પ્રભુપૂજા વિગેરે બત્રીસ બાબતમાં અમુક રકમ વાપરવાનો નિયમ કરવો. આ રીતે અરિહંતાદિની સાક્ષીએ જ છીંડી વિગેરેની સમજ પૂર્વક ૨૧ ભાંગામાંના અનુકૂલ ભાંગાથી હું સમ્યકત્વને અંગીકાર કરું છું.
સમ્યકત્વના પાંચ અતિચાર ટાળવા.
૧ જિનના વચનમાં શંકા કરવી કહિ. ૨ બીજા ધર્મની ઈચ્છા કરવી નહિ. ૩ ધર્મક્રિયાના ફલમાં સંદેહ રાખવે નહિ. મુનિ વિગેરેની નિંદા કરવી નહિ. ૪ અન્ય. ધમના વખાણ કરવા નહિ. ૫ કુલિંગી (પાસત્થા વિગેરે) ને પરિચય ન કરે.
સ્થલ પ્રાણાતિપાત વિરમણ. અમુક અંશે (સંપૂર્ણ રીતે નહિ) જીવહિંસાને ત્યાગ કરે તે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવાય. અહીં