________________
૨૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
શા નિયમા પાલવા જોઇએ, એ બીના મેં દેશિવરિત જીવનમાં વિસ્તારથી સમજાવી છે.
આ પ્રમાણે અનેક ગ્રંથાના આધારે બહુ જ ટૂંકામાં જણાવેલા બ્રહ્મચર્ય ના સરલ સ્વરૂપને સમજીને હું ભવ્ય જીવા ! નિરંતર તેનુ એકાગ્ર ચિતે મનન કરજો. અને તેની સાધના કરવા પૂર્વક નિર્દેલ દર્શન જ્ઞાન ક્રિયામય માક્ષ માર્ગને સાધીને સિદ્ધિના સુખ મેળવજો. ખીજાઓને બ્રહ્મચર્યનું સ્વરૂપ સમજાવીને તમારા જેવા મેક્ષ માર્ગના આરાધક બનાવજો. અને તેવા આરાધકાની અનુમાદના કરજો. આ શીલ ધર્મદીપિકામાં અનુયાગાદિ કારણથી શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા વિરૂદ્ધ કહેવાયું હાય, તેની શ્રી ગુરૂ દેવની સાક્ષીએ માી માગું છું. ગ્રંથ વધી જવાના ભયથી ઘણી મીના મે ટૂંકામાં જણાવી છે, ભાવના પ્રમાણે જણાવી શકયા નથી. અવસરે વિસ્તારથી જણાવવા ભાવના છે. તપાગચ્છાધિપતિ શાસન સમ્રાટ્ જગદ્ગુરૂ પરમેાપકારી શિરામણું મારા આત્મોદ્ધારક પરમ પૂજ્ય ગુરૂદેવ આચાય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ચરણ કિંકર વિને ચાણુ વિજયપદ્મસૂરિએ જૈનપુરી અમદાવાદની ગુસા પારેખની પાળના રહીશ દેવ ગુરૂ ધર્માનુરાગી ખાર વ્રત ધારક શ્રાવક શેઠ ભગુભાઇ ચુનીલાલ સુતરીયા વિગેરે શ્રી સંઘની વિનં તિથી અમદાવાદમાં વિ॰ સ૦ ૧૯૯૭ ના આસેા ક્રિ ત્રીજે આ શીલ ધર્મ દીપિકા નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથ રચનાના લાભ રૂપે હું એજ ચાહું છું કે સર્વ જીવા શ્રી જૈનેન્દ્ર શાસનની સાત્ત્વિકી સેવના કરીને મુક્તિના સુખ પામે.
॥ સમાપ્તા શ્રી શીલધમ દીપિકા