________________
૬૯
શ્રી શીલધર્મદીપિકા ]
કે જણાવે છે. શ્રી જેનેન્દ્ર પ્રવચન દેહની અનિત્યતા જણાવીને આત્મદષ્ટિ તરફ લક્ષ્ય રાખવા પૂર્વક બ્રહ્મચર્ય પાલવાને અંગે જેવું સ્પષ્ટ અને સંપૂર્ણ જણાવે છે, તેવું અન્યત્ર દેખાતું નથી. જેઓ સંપૂર્ણ શીલ ન પાલી શકે, તેઓ સ્કૂલ બ્રહ્મચર્ય જરૂર પાલે અને સંપૂર્ણ શીલને પાલનારા ભવ્ય જીવોની અનુમોદના કરીને ભવિષ્યમાં “મને જ્યારે સંપૂર્ણ શીલ સાધવાનો પ્રસંગ મળશે, ત્યારે જ હું મારા આત્માને અહોભાગ્ય માનીશ” એવી સદ્ભાવના રાખે. આવા પુણ્યશાલી જીવો ભાવત્યાગી શ્રી ગુરૂ મહારાજના સમાગમ, ઉપદેશ, શ્રવણાદિ સાધને મળવાથી પુણ્યોદયે તે અવસર પામી શકે છે. પ્રાયે દરેકનું જીવન ધર્મની, જ્ઞાતિની અને રાજ્યની સાંકળથી મર્યાદિત બનેલું હોય છે. આનું ઉંડું રહસ્ય વિચારતાં એ જણાય છે કે કોઈને પણ કુશીલપણું ઈષ્ટ નથી. કારણ કે કોરટ પણ આ બાબતમાં વિરૂદ્ધ વર્તનારને સજા કરે છે. જ્ઞાતિના નાયકે તેને દંડ કરે છે. ધર્મ શાસ્ત્ર તપસ્યા વિગેરે પ્રાયશ્ચિત ફરમાવે છે. જેનેન્દ્ર શાસનને પામેલા શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ વિગેરે મહા ધુરંધર પૂજ્ય. પુરૂષે રાજાને પ્રતિબંધ કરે, દેશદેશમાં અહિંસા ધર્મનો પ્રચાર કરાવે વિગેરે પ્રકારે જે મહા કાર્યો કરી શકયા, તેમાં બ્રહ્મચર્યની મુખ્યતા છે. બાલ્ય વયમાં સંયમને ધારણ કરીને સારા વાતાવરણમાં રહીને બ્રહ્મચર્યની જેવી નિર્દોષ સાધના થાય છે, તેવી પ્રાયે પછીના કાલમાં થઈ શકતી નથી. શ્રાવકેમાં પણ વિજય શેઠ વિગેરે ભવ્ય જીએ જીવતાં સુધી બ્રહ્મચર્ય પાલન કરી આત્મકલ્યાણ કર્યું. આ પ્રસંગે શ્રાવકે એ પણ બ્રહ્મચર્યને અંગે શા