________________
૬૧૮
[ શ્રી વિજયપધરિકૃતવલંબીઓ પણ જાહેર કરે છે કે “સ્ત્રી સાથેના કોઈ પણ પ્રકારના સંસર્ગથી સાતમી ધાતુને નાશ થાય છે. પ્રત્યક્ષ સહવાસ સિવાયના બીજા પ્રકારના મૈથુનમાં વીર્ય અલિત થઈને અડકેષમાં દાખલ થાય છે. પરિણામે ધાતુની નબળાઈ સ્વપ્નવિકાર, પ્રમેહ, મૂત્રકૃચ્છ, જીવલેણ ક્ષયરોગ વિગેરે બીમારી થાય છે. હાલની કહેવાતી (નામની) રાભ્યતાના પ્રભાવે દિનપ્રતિદિન કુશીલતા પૂરજોસમાં વધતી માલુમ પડે છે. તેના માઠાં ભયંકર પરિણામ નજરો નજર એ દેખાય છે કે (૧) સાતમી ધાતુને નાશ. (૨) શરીરની દુર્બળતા (૩) ગાલમાં ખાડા પડી જાય (૩) ચેહરે ફિકો પડી જાય છે. (૪) યાદ શક્તિ ઘટે છે. (૫) ચક્કર આવે. (૬) હૃદયની કમજોરી (૭) આંખે બળે (૮) ભૂખ મરી જાય. (૯) જીવ ગભરાય. (૧૦) ઉંઘ ન આવે. (૧૧) આળસ વધે. આ રીતે કામીનું
જીવન દુઃખના દરિયા જેવું બને છે અંતિમ ધાતુના નાશથી જ હરસ પાંડુ વિગેરે અસાધ્ય રોગ પણ પ્રકટે છે.
હાલના ડોકટરો પણ આજ વિચારો દર્શાવે છે. શરીરના મોહવાળા જીવો પણ અલ્પાંશે પણ બ્રહ્મચર્ય જરૂર સ્વીકારે છે. આ બાબતમાં ગ્રસ્થ જીવનને ઉદ્દેશીને બીજાઓએ પણ ચાર આશ્રમ કમમાં શરૂઆતમાં બહાચર્યને પ્રધાન પદ આપ્યું છે, એમ મનુસ્મૃતિ વિગેરેમાં જણાવેલા બ્રહ્મચારીએ પાલવાના નિયમ ઉપરથી અને સોક્રેટીસે તેમના શિષ્યની સાથે કરેલી વાતચીત વિગેરે સાધના આધારે સાબીત થાય છે જેમ જેમ દનમાં સર્વદા શીલ પાળવાને અશક્ત ગૃહસ્થને પર્વ દિવસમાં બ્રહ્મચર્ય પાલવાનું કહ્યું છે, તે વાત મનુએ પણ કબૂલ કરી છે, એમ “ નિંદ્યાહુ જાણુ'' વિગેરે મનુસ્મૃતિના