________________
શ્રી શીલધર્મદીપિકા ]
- ૬૧૭ સુવાસથી ભરેલું વિકસ્વર ફૂલ છે. આથી સાબીત થયું કે વૈદ્યકશાસ્ત્ર પણ બ્રહ્મચર્યને પાલવાનું ફરમાવે છે. વેદશાસ્ત્રો પિકી અથર્વ વેદમાં પણ બ્રહ્મચર્યને જીવનના ટેકા રૂપ ગયું છે. અને ગીતામાં પણ કહ્યું છે કે પરમાત્મ સ્વરૂપને મેળવવાની ઈચ્છાવાળા જીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. યુક્તિ પણ એમ જ જાહેર કરે છે કે, બ્રહ્મને એટલે બ્રહ્મચર્યને સેવ્યા વિના બ્રહ્મ એટલે મોક્ષ પદ મળી શકે જ નહિ. જેમ લેહચુંબક લેઢાને આકર્ષે (ખેંચ) છે, તેમ બ્રહ્મચર્ય એ મુક્તિને ખેંચીને નજીકમાં લાવે છે. એટલે નિર્મલ બ્રહ્મચર્યના પ્રતાપે અપ કાલમાં મોક્ષના સુખ પામી શકાય છે. જેમ કર્મને બંધ અને મોક્ષ એ મનના ભાવને અનુસરીને થાય છે. તે વિષય વાસનાની ઉત્પત્તિ ભેગના સાધનની ચિંતવના કરવાથી થાય છે. એ બૂરી ચિંતવનાનું ખરાબમાં ખરાબ પરિણામ એ આવે છે કે, “બૂરી હાલતે અસમાધિ ભરેલું મરણ થાય છે, આ સ્થિતિથી બચવાને માટે જેમ આપણું લોક પ્રકાશ વિગેરે ગ્રંથમાં કામની દશ દશા બતાવી છે. પ્રાયે તેને અનુસરીને ગીતામાં પણ ૧ વિષયની ચિંતવના, ૨ સંગ, ૩ કામ, ૪ ક્રોધ, ૫ સંમેહ, ૬ સ્મૃતિમાં ભ્રમણા, ૭ બુદ્ધિને નાશ, ૮ મરણ, આ કમે વિષયની ચિંતવનાનું બૂરું પરિણામ જણાવ્યું છે. અને લોકિક શાસ્ત્રમાં સ્ત્રીનું સ્મરણ કરવું વિગેરે ૮ પ્રકારના મથુનને દર્શાવીને ત્યાગ કરવાનું જણાવ્યું છે. જૈન દર્શનમાં શિયલનો નવવાડ શીલની રક્ષા કરવા જણાવી છે, તેને અલૌકિક પ્રભાવ પ્રત્યક્ષ અનુભવીને લૌકિક માતા
૧. સંવેગમાલામાંથી કામની દશ દશા જોઈ લેવા. ૨. શુભ સંગ્રહ ભા. ૬ પા. ૩૮૧.