________________
૬૧૦.
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતપણ હોય જ નહિ. છતાં વિષય કષાય રૂપી કીચડમાં બૂતેલા સંસારી છે અજ્ઞાન અને મોહને વશ થઈને બાંધેલાં અશુભ કર્મો જ્યારે ઉદયમાં આવે, ત્યારે વિવિધ દુઃખને અનુભવ કરે છે. વિષય કષાય માનવ જીવનને ભયંકર નુકશાન કરનાર છે. તે બેના નિમિત્તે કર્મના નિકાચિત બંધ થયા પછી તે કર્મને ભેગવવું જ પડે, એમાં કેઈનું કંઈ પણ ચાલી શકતું નથી. આ પ્રસંગને સ્પષ્ટ કરવા માટે કર્મ રાજાએ કોને કેને હેરાન કર્યા? તે જણાવીએ છીએ. (૧) પ્રભુ શ્રી મલ્લિનાથ માયા કરવાથી સ્ત્રીપણું પામ્યા. ૨. પ્રભુ શ્રી મહાવીર દેવને ( કુલ મદથી બાંધેલા નીચ ગોત્રના ઉદયે) બ્રાહ્મણ કુલમાં જન્મ લે પડે. એક રાત્રિમાં સંગમ દેવે કરેલા ઉપસર્ગો સહન કરવા પડયા. ગોવાળે કાનમાં ખીલા દાખલ કર્યા તેની વેદના સહન કરી. ૩. પાર્શ્વનાથે કમઠ દેવના ઉપસર્ગ સહન કર્યા. ૪. પ્રભુ શ્રી આદિનાથને લગભગ એક વર્ષ સુધી આહાર મળે નહિ. ૫. ચંદનબાલા ( રાજકુંવરી વસુમતી ) તથા મલયા સુંદરી બજારમાં વેચાણી. ચંદનબાલાને ત્રણ દિવસ ભૂખ્યું રહેવું પડયું, મૂલા નામની શેઠાણીએ ચંદનાના પગમાં બેડી નાંખી તેને ઓરડામાં પૂરી દીધી. તથા મલયાસુંદરીને રંગાળા લોકોએ વેચાતી લીધી. તેઓ તેને વિવિધ પ્રકારે બહુ બહુ દુઃખ દે છે. આ મલયા સુંદરીને અજગર ગળી જાય છે, ત્યારે પણ તીવ્ર વેદના જોગવવી પડે છે. ૬. મહાબલ કુમારને ઉંધે મસ્તકે લટકી રહેવું પડે છે. ૭. સુભદ્રા સતી અને સીતા સતીને કલંક ચઢે છે. ૮. દ્રૌપદીના ચીર (વસ્ત્ર) ખેંચાય છે. ૯. કલાવતીના હાથ કપાય છે. ૧૦. કમવશે હરિશ્ચંદ્ર રાજાને