________________
શ્રી શીલધર્મદીપિકા]
- ૬૦૯ તૈયાર થઈ જાવ. હવે ઉંઘવાને અવસર નથી. કારણ કે જન્મ જરા મરણ રૂપી રાક્ષસ દરેકની પાછળ ફરે છે. આવી દેશના સાંભળીને તે છ જણાએ બત્રીસ કરોડ સોનૈયાને ત્યાગ કરી શ્રી નેમિનાથ પ્રભુની પાસે પૂર્ણ ઉલ્લાસથી શીલ પ્રધાન સંયમને અંગીકાર કર્યું. તેની સારિવકી આરાધના કરીને આત્મ કલ્યાણ કર્યું. હું તેમને વંદન કરું છું. તથા (૨) બાર વર્ષ સુધી છ છઠ્ઠ તપના પારણે આયંબિલ કરીને ભાવસંયમી શિવકુમારે શીલ વ્રતને સાધીને આત્મહિત કર્યું. કશ્યા વેશ્યાને ઘેર ચેમાસું રહ્યા છતાં શીલવ્રતમાં મજબૂત રહેનાર શ્રી સ્થૂલિભદ્ર મહારાજનું નામ ચોરાશી
વીશી સુધી કાયમ રહેશે (૩) સુદર્શન શેઠ-અભયારાણીએ ચલાયમાન કરવા ઘણા પ્રયત્ન કર્યા છતાં શીલથી ડગ્યા નહિ. રાજાના હુકમથી તેમને શૂલી પર ચઢાવતાં તે સિંહાસન રૂપ થઈ ગઈ. દેવોએ ફૂલની વૃષ્ટિ કરી, અને સુદર્શન શેઠના દઢ શીલ ગુણની અનુમોદના કરી આ રીતે શ્રી મલ્લિનાથ નેમિનાથ જબુસ્વામી વિગેરે મહા પુરૂષના શીલ ગુણની વિચારણા કરીને ભાવ પૂર્વક વંદન કરીને પિતાના શીલ ગુણને મજબૂત બનાવીને નિર્મલ સંયમ રૂપી બગીચામાં પ્રસન્ન ચિતે ફરે છે. જ્યારે મન ભેગના વિચારથી અસ્થિર બને છે, ત્યારે ઇન્દ્રિય સતેજ થઈને સુંદર રૂપ વિગેરે પિત પિતાના વિષયને ગ્રહણ કરીને રાગ ધારણ કરે છે. તેથી ઘણું ચીકણાં કર્મ બંધાય છે, અને તેનાં બૂરાં કુલ ઈચ્છા નહિ છતાં પણ સંસારી જીને રીબાઈ રીબાઈને ભેગવવા પડે છે. એમ બાંધેલા બીજા કર્મોની બાબતમાં પણ તેમજ બને છે. દુઃખી થવાની ઈચ્છા કેઈને
૩૦