________________
[ શ્રી વિજયપક્વસૂરિકૃતઝેરનો પ્રયોગ કર્યો પરંતુ તે પ્રયોગથી તેને જ પુત્ર મહાસેન ઝેરને લીધે બેભાન બન્યુંપરંતુ રાજાએ તત્કાળ ઉપાય કરી બચાવ્યા. અપર માતાનું આ કૃત્ય જાણ મેરૂપ્રભ રાજાએ સંસાર ઉપર વિરાગ્ય આવવાથી અભયઘોષ આચાર્ય પાસે ચારિત્ર લીધું. તે મુનિ ગુરૂ પાસે રહી વિનયપૂર્વક બાર અંગ ભણે ગીતાર્થ થયા. ગુરૂએ બધી રીતે લાયક જાણી તેમને આચાર્ય પદવી પણ આપી.
મેરૂપ્રભાચાર્યું અનેક સ્થળે વિહાર કરી ઘણા રાજાઓને ઉપદેશ આપી જૈન ધમી બનાવ્યા તથા ઘણા વાદીઓને વાદમાં હરાવી તેમને પણ જૈન ધમી બનાવ્યા એ પ્રમાણે તેમણે પોતાની શક્તિથી જૈન ધર્મની ઘણી જાહેજલાલી કરી. વળી પિતાની શકિતથી જૈનધમી રાજાની ઉપર મ્લેચ્છ રાજા વિગેરે તરફથી થતા ઉપદ્રવ દૂર કર્યા. એક વખતે ગુરૂ વિહાર કરતા ભેગપુર નગરે આવ્યા. તે વખતે સૈધર્મેન્દ્ર આચાર્યશ્રીને નમીને સ્તુતિ કરવા લાગ્યું કે હે કરૂણા સમુદ્ર! સૂરીશ્વર! આપે જૈન શાસનની ઘણી ઉન્નતિ કરી ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરી જિનનામ કર્મ નિકાચીત બંધ કર્યો છે. તેથી અનેક સુરાસુરે આપના ચરણમાં નમી પોતાના . પાપને નાશ કરશે. હું પણ આપના પવિત્ર દર્શનથી કૃતાર્થ થયો છું. એમ સ્તુતિ કરી ઈન્દ્ર સ્વસ્થાને ગયે. આચાર્યશ્રી મેરૂપ્રભસૂરિ ત્યાંથી વિહાર કરી સંમેત શિખર તીર્થે ગયા. ત્યાં અનશન કરી બ્રહ્મ દેવલોકમાં વિશાલ સમૃદ્ધિવાળા દેવ થયા. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદવીને પામીને મેક્ષના અનંતા સુખને પામશે. આ બીનાને યાદ રાખીને