________________
૫૮૭
શ્રી વિશતિસ્થાનપ્રદીપિકા ] કે મહા પુણ્યના ભેગે મનુષ્ય જન્મ, અર્ય ભૂમિ, ઉત્તમ કુળ, નિરોગી શરીર, સારી બુદ્ધિ વગેરે ધર્મ સામગ્રી મળી હોય છતાં પણ જેઓ પ્રમાદનું સેવન કરીને ધર્મની સાધના કરતા નથી તેઓ પોતાને જન્મ ફિગટ ગુમાવે છે. અને મરણ કાળ નજીક આવે છે ત્યારે દરણે પશ્ચાત્તાપ કરે છે. પરંતુ તે વખતે પસ્તાવો કરે શા કામને? માટે હે ભવ્ય જી! પ્રમાદને ત્યાગ કરીને શ્રી જિન ધર્મની સેવા કરે. કારણ કે ધર્મને પ્રભાવ કલ્પવૃક્ષ વિગેરેથી પણ ચઢીયાત છે. જેઓ ધર્મની આરાધનામાં ઉદ્યમ કરે છે તે શીધ્ર. ઈચ્છિત વસ્તુને મેળવે છે. માટે પ્રમાદ તજીને ધર્મને વિષે ઉદ્યમ કરો.
ગુરૂની દેશના સાંભળી વૈરાગ્ય પામેલા હરિવહન રાજાએ યુવરાજ મેઘવાહનને રાજ્યગાદી આપી પતે અંતઃપુર સાથે ગુરૂની પાસે ચારિત્ર લીધું. ત્યાર પછી નિર્મળ ચારિત્ર પાળતાં બાર અંગને અભ્યાસ કર્યો. એક વખતે ગુરૂના મુખે વીસસ્થાનકના મહિમાનું વ્યાખ્યાન સાંભળ્યું. તેમાં તેરમાં શુભ ધ્યાન પદ વિષે સાંભળ્યું કે જે કઈ સમતાપૂર્વક સમ્ય ભાવ યુક્ત સ્થિર ચિત્તે નિર્મળ ધ્યાન ધ્યાવે છે તે પ્રાણી થોડા વખતમાં જિનપદવી વિગેરેના લોકોત્તર સુખ પામે છે. તે સાંભળી હરિવાહન મુનિ તેરમા દયાન પદનું શુભ ભાવે આરાધન કરવા લાગ્યા. પ્રમાદ રહિત નિકષાયપણે સ્થિર ચિત્તથી નિરન્તર મૌન રહી પ્રતિમા ધારણ કરી ઉજ્વળ લેશ્યાથી શુભ ધ્યાન ધ્યાવા લાગ્યા.
એક વાર શકેન્દ્ર દેવ સભામાં આ પ્રમાણે રાજર્ષિ મુનિની પ્રશંસા કરી કે રાજર્ષિ હરિવહનને શુભ ધ્યાનથી