________________
૫૮૬
[[ શ્રી વિજયપધસૂરિકૃતબેલીને મુનિને ચળાયમાન કરવા પ્રયત્ન કર્યો. પરંતુ મુનિનું ચિત્ત લગાર પણ ચળાયમાન થયું નહિ. ત્યારે દેવે પ્રગટ થઈ મુનિની પ્રશંસા કરી. પછી ગુરૂને દઢ શીલ વ્રતનું ફળ પૂછયું. ત્યારે ગુરૂએ તીર્થંકર પદને લાભ જણાવ્યું. આ શીલનું માહાઓ સાંભળી દેવ સ્વર્ગમાં ગયે. ચંદ્રવ મુનિ પણ સમાધિપૂર્વક કાળ કરી બ્રહોદેવ માં ઉત્તમ દેવ થયા. ત્યાંથી આવી મહાવિદેહમાં તીર્થકર થઈ મોક્ષે જશે. ભવ્ય જીએ આ પ્રમાણે નિર્મલ શીલપદની સાધના કરી તીર્થકર પદવી મેળવવી, એ આ કથાને સાર છે. તેરમા શુભ ધ્યાન પદના આરાધક શ્રી હરિવહન
રાજાની કથા. સંકેતપુર નામના નગરમાં હરિવહન નામે ન્યાયી રાજા હતા. તેને મેઘવાહન નામે ના ભાઈ યુવરાજ હતા. તે રાજાની સાથે વિનયથી વર્તતો હતો. હરિવહન રાજા પણ સર્વ બાબતમાં નિપુણ હતો પણ ધર્મ સાધનામાં પ્રસાદી હતે. એક વખતે તે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાની શીલભદ્ર નામે આચાર્ય ઘણું મુનિઓના પરિવાર સાથે સુમેસર્યો. તે વખતે શેઠ સામંત વિગેરે પરિવાર સાથે મેઘવાહન ગુરૂને વંદન કરવા ગયો. એગ્ય સ્થાને બેસીને ધર્મ દેશના સાંભળવા લાગે.
તે વખતે ભાગ્ય ગે હરિવહન રાજા પણ અશ્વને ફેરવતે અચાનક ત્યાં આવી ચઢ. તે પણ ગુરૂને વાંકી યોગ્ય સ્થાને બેસી દેશના સાંભળવા લાગ્યા. ગુરૂએ દેશનામાં કહ્યું