________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
. ૫૮૫ મરણ પામતા જીવને અભયદાન આપી મૈથુનને ત્યાગ કરનાર પુરૂષે આ જગતમાં વિરલા જ જણાય છે. આ વિચારથી મેં ચારિત્ર અંગીકાર કર્યું છે.
આ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળી પ્રતિબંધ પામેલા ચંદ્રવર્મા રાજાએ ગુરૂને વંદન કરી મહેલમાં આવી પિતાના ચંદ્રસેન નામના કુમારને રાજ્ય ઉપર સ્થાપન કરી ગુરૂ પાસે ચારિત્ર લીધું. અનુક્રમે ૧૧ અંગનો અભ્યાસ કર્યો. એક દિવસે ગુરૂ પાસેથી વીસ સ્થાનકને મહિમા સાંભળ્યું કે જે વીસ સ્થાનકોના પદેનું આરાધન કરે છે તેઓ જિન નામ કર્મને બાંધી મેક્ષના શાશ્વત સુખને પામે છે. તેમાં પણ બારમા શીલ નામના પદને જે કઈ ત્રિકરણ શુદ્ધ આરાધે અને દઢ શીલ વ્રત પાળે તે જલદી તીર્થકર થાય છે. કારણ કે સઘળાં વ્રતમાં શીલવ્રત ઉત્તમમાં ઉત્તમ છે. ગુરૂમુખે શીલવ્રતનું માહાસ્ય જાણી રાજર્ષિ મુનિ નવ વાડ યુક્ત શીલવ્રત દઢતાથી પાળવા લાગ્યા. કેઈ સ્ત્રી સામે રાગથી નજર પણ કરતા નથી. સ્ત્રી સંબંધી વાતચીત પણ કરતા નથી. અને સ્થિર ચિત્તથી શીલવ્રત પાળે છે. એકદા દેવ સભામાં ઈન્દ્ર મહારાજે આ પ્રમાણે રાજર્ષિ ચંદ્રવર્મા મુનિની શીલવ્રતની પ્રશંસા કરી કે “દેવેન્દ્ર પણ તેમને ચલાયમાન કરવાને સમર્થ નથી.” તે ઉપરથી વિજયદેવ નામનો દેવ તેમની પરીક્ષા કરવા આવ્યા. મુનિ કાઉસગ્ન ધ્યાનમાં રહ્યા હતા ત્યાં આવી અપ્સરાએ બનાવી. તે અસરોએ અનેક પ્રકારના હાવ ભાવ કરી તથા કટાક્ષો ફેંકી અને અનેક પ્રકારના કામ વધારનારાં વચને