________________
૧૮૮
[ શ્રી વિજયપદ્મસૂરિત
ડગાવવાને દેવ પણ સમર્થ નથી. તે પ્રશંસા સાંભળી ઇન્દ્રની એક પટરાણી દેવાંગનાએના સમૂહ સાથે જે સ્થળે સુનિ ધ્યાનમાં હતા ત્યાં આવી. અનેક પ્રકારના ગીત અને નૃત્ય કરવા લાગી. પરન્તુ મુનિ તે નાશાગ્ર ઉપર દૃષ્ટિ સ્થીર રાખી નિમળ ધ્યાનમાં લીન રહ્યા. જ્યારે કઇ રીતે મુનિ ડગ્યા નહિ ત્યારે ઇન્દ્રાણી પ્રગટ થઇ મુનિની પ્રશ'સા કરી ગુના ખમાવીને સ્વર્ગ માં ગઈ. રિવાહન મુનિએ શુભ ધ્યાનના પ્રભાવથી નિકાચિત જિનનામ કર્મ બાંધ્યું. સમાધિપૂર્વક કાળ ધર્મ પામી સનત્કુમાર દેવ લેાકમાં મહિક દેવપણે ઉપજ્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર થઇ મેાક્ષ સુખ પામશે. આ વાતને યાદ રાખી ભવ્ય જીવેએ નિર્મલ ચિત્તે શુભ ધ્યાન ધ્યાવીને તીર્થંકર પદવીના લાભ મેળવીને સિદ્ધિ સુમ મેળવવા એજ આ કથાના સાર છે.
ચાદમા તપ પદના આરાધક શ્રી કનકકેતુ રાજાની કથા.
આ ભરત ક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં વિશ્વભર રાજાને કનકાવળી નામે પટ્ટરાણી હતી. તેનાથી કનકકેતુ નામે પુત્ર થયા. તે સર્વ કાળમાં પ્રવીણ થયા. પરંતુ મેાહનીય કર્માંના વશથી ધથી વિમુખ રહેવા લાગ્યા. તે જોઈ રાજાને ચિંતા થઈ કે શરીરના મેલ જેમ ત્યાગ કરવા લાયક છે, તેમ અધમી પુત્ર તજી દેવા જોઇએ. રાજા આવા વિચારમાં હતા તેવામાં શ્રત કેવલી શાન્તિસૂરિ મહારાજ ઘણા પરિવાર સહિત પધાર્યાં. તેની વધામણી `સાંભળી રાજા કુમારને લઈ વાંઢવા ગયા. વિનયપૂર્વક વંદના કરી યાગ્ય સ્થાને બેઠા. ગુરૂએ દેશના