________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૭૩ માફક વૈયાવચ્ચ ગુણની સેવા કરી જિન પદવી મેળવવી. હું તેમને ત્રિવિધ ત્રિવિધ વંદન કરું છું.
આઠમાં જ્ઞાન પદના આરાધક શ્રી જયત- દેવ રાજાની કથા.
કૌશામ્બી નગરીમાં જયન્તદેવ નામે રાજા હતા. તે એક વખત અંતઃપુર સહિત ક્રિીડા કરવા ગયે. ત્યાંથી પાછા ફરતા ધર્મ દેશના આપતા યશોદેવ મુનિરાજને જોઈ રાજા હાથી ઉપરથી ઉતરી મુનિને વંદના કરી દેશના સાંભળવા બેઠો. ગુરૂએ દેશનામાં કહ્યું કે મનુષ્ય ભવ આર્ય ક્ષેત્ર ઉત્તમ કુળ વગેરે પામીને હે ભવ્ય છો! તમે જ્ઞાન ગુણને પામવા ઉદ્યમ કરે. કારણ કે જ્ઞાનના પ્રભાવે નિરતિચાર ચારિત્ર પાળી શકાય છે. અને અનન્ત અવ્યાબાધ મેક્ષસુખ પણ મળે છે. વળી જ્ઞાનીનું લોકેમાં પણ બહુમાન થાય છે. આવી દેશના સાંભળી રાજાએ ગુરૂને પૂછ્યું કે હું જ્ઞાની છું કે અજ્ઞાની? ત્યારે ગુરૂએ કહ્યું કે જેઓ સંસારનાં જરા મરણ વ્યાધિ વગેરે દુઃખને જેઈને ત્રાસ પામતા નથી તેમને જ્ઞાની કેમ કહેવાય?
ગુરૂનું વચન સાંભળીને વૈરાગ્યને પામેલા જયન્તદેવ રાજાએ પિતાના જયવર્મ પુત્રને ગાદીએ બેસાડી પોતે ગુરૂ પાસે ચારિત્ર લીધું. અને ગુરૂ પાસે રહી નિરંતર નિરતિચાર ચારિત્રને સાધતાં અનુક્રમે બાર અંગેને અભ્યાસ કર્યો.
કેટલાક સમય ગયા બાદ મોહનીય કર્મના ઉદયથી