________________
૧૭૪
[ શ્રી વિજયસૂકૃિત
9
રાજર્ષિ ચારિત્ર પાલનમાં શિથિલ પરિણામી થયા, ત્યારે ગુરૂએ ઉપદેશ આપી તેમના પ્રમાદ દૂર કર્યાં. કારણ કે જ્ઞાનીને સુખે સમાવી શકાય છે. ત્યાર પછી તે મુનિ પ્રમાદ ત્યજીને ઉપયેગ પૂર્વક ચારિત્ર પાલવા લાગ્યા. અને તેમણે એવા અભિગ્રડ કર્યો કે આજથી મારે નિરન્તર જ્ઞાન પદ્મની આરાધના કરવી. આ પ્રમાણે અભિગ્રહ કરી નિદ્રા વગેરે પાંચ પ્રમાદે ત્યજી પાંચ સમિતિ અને ત્રણ ક્રુષિ સાચવવા પૂર્વક ક્ષમા રૂપી તરવાર વડે કશત્રુના સૈન્યને દૂર કરવા માંડયું. અંતે મુનિરાજના વિજય થયા. તે વખતે મુનિરાજની પરીક્ષા કરવા માટે ઇન્દ્ર મહારાજ અનુપમ સાન્દવાળી દેવાંગનાનું રૂપ ધારણ કરીને મુનિને ચળાયમાન કરવા આવ્યા. મુનિને અનેક પ્રકારના હાવ ભાવપૂર્વક કામોદ્દીપક વચન કહેવા લાગ્યા. પરંતુ મુનિ મેરૂની જેમ અચળ હ્યા. આ પ્રમાણે અનુકૂળ ઉપસર્ગ ના પ્રસ ંગે પણ શ્રુત જ્ઞાનના ઉપયોગથી ન ચળ્યા ત્યારે ઇન્દ્રે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું. હાથમાં લાકડી લઈ ધીરે ધીરે મુનિ પાસે આવી કહ્યું કે હવે મારૂં આયુષ્ય કેટલુ ખાકી છે. ત્યારે મુનિએ કહ્યું કે હે સુરેશ ! કાંઇક ઓછા એ સાગરાપમ જેટલુ ખાકી છે. મુનિએ પેાતાને ઓળખ્યા છે.' એમ જાણી ઇન્દ્ર પ્રત્યક્ષ થઈ ખેલ્યા કે હે મુનીશ! આપને ધન્ય છે, કારણ કે આપ દેવાંગનાના વચનથી પણુ ચળ્યા નહિં તેથી હું આપને પ્રણામ કરૂ છું. આપ નિગેાદનું સ્વરૂપ કહેા. ત્યારે મુનિએ નિગોદનુ યથા સ્વરૂપ સમજાવ્યું. તે સાંભળી પ્રસન્ન થઇ ઇન્દ્ર મુનિના ગુરૂ પાસે આવ્યા અને પૂછ્યું કે જયન્ત મુનિ આવા જ્ઞાનાપયેાગથી
: