________________
પ૭૨
_[ શ્રી વિજયપરિકૃતકાંઠે આવી ઉભા. લેકેએ કહ્યું કે મહારાજ! આ ચહેલું પૂર હમણાં ઉતરશે નહિ માટે આપ કોઈ ગૃહસ્થના ઘેર રહી આહાર કરો. પૂર ઉતરે ત્યારે વિહાર કરજે.
લેકોનાં આવાં વચન સાંભળી વીરભદ્ર મુનિ વિચારવા લાગ્યા કે માપવાસી તપસ્વી મુનિ અને ગુરૂને આહાર કરાવ્યા વિના મારાથી કેમ આહાર થાય. મારા ભાગ્યને તપસ્વી મુનિ આવ્યા, તેઓ ભૂખ્યા છે, મારાથી ત્યાં જઈ શકાય તેમ નથી, ભાગ્ય હોય તો જ તપસ્વીનું સ્વાગત વિગેરે તથા ગુરૂનું વૈયાવચ્ચ પૂર્વ પુણ્યને સંગ હોય તે જ બની શકે છે. હું નિર્ભાગી છું. પિતે આવી શુભ ભાવના ભાવે છે તેવામાં પેલા દેવે પ્રત્યક્ષ થઈ નમસ્કાર કરી કહ્યું કે હે મુનિ! તમને ધન્યવાદ આપું છું. કારણ કે તપસ્વી સાધુ ઉપર આપની નિશ્ચળ ભક્તિ છે. આપની પરીક્ષા કરવા માટે મેં નદીમાં પૂર લાવીને અંતરાય કર્યો, તે મારો ગુને માફ કરે. એમ કહી નદીનું પૂર સં હરી લીધું. પછી તે દેવે ગુરૂ પાસે આવી પૂછયું કે હે પ્રભો! તે મુનિ આવી ભાવનાથી કેવું ફળ પામશે? ગુરૂએ કહ્યું કે આગામી કાળમાં તેઓ તીર્થકર થશે. આ પ્રમાણે ગુરૂનાં વચન સાંભળી દેવ દેવલેકમાં ગયે. વીરભદ્રમુનિ પણ કાળધર્મ પામી અશ્રુત કલ્પ દેવ થયા. ત્યાંથી આવી મહાવિદેહમાં તીર્થંકર થઈ મોક્ષે જશે. આ કથાને સાર એ છે કે પ્રબલ પૂણ્યાઈથી સુખના સાધન મળે છે. તેવી પુણ્યાઈ શ્રી જિન ધર્મની સેવાથી જ મળી શકે છે. મુનિને પવિત્ર વ્યવહાર કે છે તે પણ અહીં સમજવા જેવો છે. ભવ્ય જીએ શ્રી વીરભદ્રમુનિની