________________
શ્રી વિશતિસ્થાનક્તદીપિકા ]
૫૭૧
પ્રિયદર્શના નામની પુત્રી પરણાવી. ત્યાર પછી ધન કમાવાના ઈરાદાથી પરદેશમાં ગએલા વીરભદ્ર પિતે મેળવેલી વિદ્યાના બળથી રાજપુત્રી અનંગ સુંદરી તથા વિદ્યાધર પુત્રી રત્નપ્રભા સાથે લગ્ન કર્યું અને ઘણું ધન તથા ત્રણ સ્ત્રીઓ લઈને પિતાના નગરમાં પાછા ફર્યો અને સુખપૂર્વક પિતાને કાળ. ગાળવા લાગ્યો. તેને ત્રણ સ્ત્રીઓથી ત્રણ પુત્ર થયા.
ત્યાર પછી પિતાનું ભેગાવળી કર્મ ક્ષીણ થવાથી વીરભદ્ર પિતાની ત્રણ સ્ત્રીઓ વગેરે સાથે ચારિત્ર લીધું અને તેનું ભાવપૂર્વક પાલન કરતા ગુરૂ સાથે વિચારવા લાગ્યા.
એક વખતે ગુરૂના મુખેથી સાંભળ્યું કે વિષય સુખથી વિરામ પામેલા અને મોક્ષને માટે તપસ્યા કરનાર તપસ્વીની ભાવપૂર્વક ભકિત કરનાર મહા પુણ્યશાલી જીવે ત્રણ જગતને વાંદવા ગ્ય તીર્થંકરની ઋદ્ધિને પણ પામે છે. આ પ્રમાણે તપસ્વીની ભક્તિનું ફળ જાણીને શ્રી વીરભદ્ર મુનિએ અભિગ્રહ લીધે કે આજથી મારે દરરોજ તપસ્વી મુનિવરોનું વાત્સલ્ય કરવું. આ અભિગ્રહ પ્રમાણે તેઓ તપસ્વીઓની આષધ. વિગેરે લાવવા વિગેરે પ્રકારેથી દરરોજ ભકિત કરવા લાગ્યા.
ગુરૂ સાથે વિહાર કરતા વીરભદ્ર મુનિ શાલીગ્રામમાં આવ્યા. ત્યાં વીરભદ્ર મુનિની પરીક્ષા કરવા કેઈક દેવ એક માસના ઉપવાસી સાધુનું રૂપ લઈ આવ્યો. ને તેણે પારણું કરવાની ઈચ્છા જણાવી. વીરભદ્ર મુનિ નદી ઓળંગી નગરમાં ગોચરી માટે ગયા ગેચરી લઈ પાછા ફર્યા, તેવામાં દેવમાયાથી નદીમાં પાણીનું પૂર આવેલું જોયું. તે જોઈ મુનિ નદીના