________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
- ૫૬૧ અગ્નિકુંડમાં નાખવા તૈયારી કરવા માંડી, તેવામાં તરતજ રાજાની કુળદેવીએ તે ગીને જ કુંડમાં નાંખે એટલે તે સુવર્ણ પુરૂષ થઈ ગયો. તે લઈને રાજા પિતાના મહેલમાં આવ્યું. તેણે સુવર્ણ પુરૂષને સોનાનું દાન દઈને અનેક દુઃખી જનનાં દારિદ્રયને નાશ કરી તેમને પૈસાદાર બનાવ્યા.
આ પુરૂષોત્તમ રાજાએ રાજકુંવરી પશ્રી સાથે લગ્ન કર્યું હતું, તેનાથી પુરૂષસિંહ નામે પુત્ર થયે. તે ભણી ગણીને યુવાન થયું ત્યારે રાજાએ આઠ રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. આ પ્રમાણે આનંદપૂર્વક કેટલેક કાલ ગયા પછી પિતાને પૂર્ણ સુખી માનતા રાજાનું ભાગ્યચક બદલાયું. પૂર્વ કર્મના ગે પિતાને જેના ઉપર ઘણી પ્રીતિ હતી તે પદ્મશ્રી દાહજવરની મહા વેદનાથી મરણ પામી. તેના પરના ગાઢ સ્નેહને લીધે મહી રાજા રાજકાર્ય ત્યજીને મૂઢ ચિત્તવાળો થઈને રૂદન કરવા લાગ્યું. તે વખતે તે નગરમાં સમતા રસના સિધુ ચાર જ્ઞાની પરમે પકારી શ્રીદેવ નામના મુનીશ્વર પધાર્યા. તેમને વાંદવા નગરજને જવા લાગ્યા. રાજા પણ મંત્રી સહિત ગુરૂને વાંકીને લાયક સ્થાને બેઠે. મુનિએ પણ ધર્મ દેશના આ પ્રમાણે શરૂ કરી-હે મહાનુભાવ ભવ્ય જન! દુખે કરી મળી શકે એ મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ અને ધર્મશ્રવણની જોગવાઈ વિગેરે સારી સામગ્રી પામીને પણ જે જીવે અનન્ત સુખને આપનાર ધર્મ કરતા નથી તેઓ પિતાને મનુષ્ય જન્મ ફેગટ ગુમાવે છે અને દુખથી ભરેલા સંસાર રૂપ સમુદ્રમાં ભમ્યા કરે છે. મનુષ્ય ભવ પામીને વિષયાસકિત થઈને ક્ષણિક પદ્ગલિક સુખમાં
૩૬