________________
૫૬૦
[ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતએક વખતે રાજા સભામાં બેઠેલ હતો તે વખતે ત્યાં એક કાપાલિકે આવીને રાજાને વિનંતિ કરી કે હું એક વિદ્યાને છ મહિનાથી સાધું છું, પરંતુ ઉત્તમ ઉત્તર સાધક વિના તે સિદ્ધ થતી નથી. તે સાંભળી રાજાએ તેના ઉત્તર સાધક થવા હા પાડી કબુલ્યું. તે વખતે સુમતિ મંત્રીએ રાજાએ કહ્યું કે મિથ્યાત્વીની સોબત કરવાથી સમકિતને અતિચાર લાગે છે. રાજાએ કહ્યું કે આ વિનશ્વર શરીરથી કેઈને ઉપકાર થત હોય તે શા માટે ન કરે? તે કાર્ય સિદ્ધ થશે એથી હું બહુ રાજી થઈશ.
મંત્રીએ ના પાડી છતાં સૂર્યાસ્ત સમયે રાજા હાથમાં તરવાર લઈને ભયંકર અરણ્યમાં આવેલા તે ગીના સ્થાનકે આવ્યું. એગીએ રાજા પાસે એક મડદું મંગાવ્યું. રાજા મડદાની તપાસ કરવા સમશાન તરફ ચાલ્યા. રસ્તામાં એક ઝાડની ડાળીએ એક ગીનું મડદું દોરડે બાંધેલું ને લટકતું જેઈને રાજાએ તરવારથી તે દેરડાના બંધનને કાપવા માંડયાં. ત્રણ વાર કાપવા છતાં ન કપાયું ત્યારે રાજાએ ઝાડની ઉપર ચઢીને તે બંધન (દેરડા) છોડીને મડદું નીચે ઉતાર્યું. રાજાની આવી હિંમત જોઈને પ્રસન્ન થએલી કુળદેવીએ પ્રત્યક્ષ થઈને રાજાને કહ્યું કે હે સાહસિક શિરોમણિ! તે કાપાલિક તને મારીને સુવર્ણ પુરૂષ કરવા માગે છે, માટે તું તેનાથી સાવચેત રહેજે અને જરૂરી પ્રસંગે મને યાદ કરજે. અને છ પદનું સ્મરણ કરજે. રાજા મડદું લઈને યોગીની પાસે આવ્યો. કપટી યોગીએ તેની (રાજાને અગ્નિના કુંડમાં નાંખવાની) વિધિ કરીને જ્યાં લાગ જોઈને રાજાને