________________
શ્રી વિંશતિસ્થાનકમદીપિકા ]
૫૫૯ શ્રી સંઘની ભક્તિ કરનાર જિનદત્તને ધન્ય છે. ત્યારે તે વચન ઉપર શંકા લાવી રત્નશેખર નામના દેવે કપટ શ્રાવક બનીને જિનદત્તની પરીક્ષા કરી. જિનદત્ત સાધમી જાણી તેનું બહુમાન કર્યું. અને પિતાને બહુ જ કીમતી એકાવલી હાર પણ તેને આપે. તેથી પ્રસન્ન થએલા તેણે પ્રગટ થઈ તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને તે દેવ નગરશેઠને ચિન્તામણિ રત્ન આપીને સ્વર્ગે ગયો. આ રત્નના પ્રભાવથી જિનદત્ત શ્રી સંઘના વાંછિત પૂર્ણ કરવા લાગ્યું. તેણે પ્રવચન પદની ભક્તિના પ્રભાવે જિન નામને નિકાચિત બંધ કર્યો. અનુક્રમે કેટલેક કાળ ગયા પછી તેણે પોતાની સ્ત્રી સહિત ચાર જ્ઞાની શ્રી રત્નપ્રભ ગુરૂ પાસે દીક્ષા લીધી. ચારિત્રનું નિરતિચાર પાલન કરી મુનિઓની તથા પ્રવચનની ભક્તિ કરતા તે કાળધર્મ પામી પ્રથમ પ્રિવેયકમાં બેટી ઋદ્ધિવાળા દેવ થયા. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થઈને મેક્ષે જશે. હરિપ્રભા પણ તેજ તીર્થંકરના ગણધર થઈને મોક્ષના અક્ષય સુખ પામશે. આ કથામાંથી સમજવાનું એ મલે છે કે પ્રબેલ પુણ્યાઈથી અલૈકિક સુખના સાધને મળે છે. જિનદત્તની માફક બીજાને ધમી બનાવવા પ્રયત્ન કરવા. પ્રવચન પદની પરમ ઉલ્લાસથી સાધના કરી જિનપદવીને લાભ મેળવે. ચોથા આચાર્ય પદના આરાધક શ્રી પુરૂષોત્તમ
રાજાની કથા. આ ભરતક્ષેત્રમાં પદ્માવતી નામે નગરીમાં પુરૂષોત્તમ નામે રાજા હતા. તેને જેનધમી સુમતિ નામે મત્રા હતે.