________________
પર
[ શ્રી વિજ્યપારિકૃતઆયુષ્ય એળે ગુમાવે છે. પરંતુ તે પહ્મલિક સુખથી જીવને સંતોષ થતો નથી. ખરી રીતે તે તે સુખ જ નથી પરંતુ પરિણામે તે દુઃખ રૂપજ થાય છે. માટે સમજુ ગુણી ભવ્ય છે તે તે ભેગને ત્યાગ કરીને પંચ મહાવ્રત રૂ૫ સાધુધર્મ અથવા બાર વલ રૂ૫ શ્રાવક ધર્મ પાળીને પોતાના જન્મને સફળ કરે છે. તેઓ ધન્ય ગણાય છે. માટે હે ભવ્ય જીવો! તમે પ્રમાદને ત્યાગ કરીને ધર્મ કરવામાં સાવધાન બને.
ઉપર પ્રમાણેની ગુરૂની દેશના સાંભળીને પ્રતિબંધ પામેલે રાજા કહેવા લાગ્યા કે હે કરૂણાનિધિ! હું આપના શરણે આવ્યો છું માટે સંસારના દુઃખોથી મુક્ત કરનાર ચારિત્ર મને આપો. ગુરૂએ અનુમતિ આપવાથી રાજાએ પિતાના મહેલમાં આવી પુત્ર પુરૂષસિંહને ગાદી સોંપીને મંત્રી સાથે દીક્ષા લીધી. અને નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતાં નવપૂર્વના જ્ઞાની થયા.
એક વખતે આ રાજર્ષિ મુનિ વિચારવા લાગ્યા કે સમ્યગજ્ઞાન રૂપ ચક્ષુના આપનાર, દુર્ગતિથી તારનાર એવા ગુરૂનો કરોડે ઉપાય વડે પણ બદલે વાળી શકાય તેમ નથી. માતા, પિતા, સ્ત્રી, પુત્ર વગેરે સંસારી જને તે પિતાના સ્વાર્થ માટે જ ઉપકાર કરે છે. પરંતુ ગુરૂ મહારાજ તે નિઃસ્વાર્થ પણે ઉપકાર કરે છે, તેથી ખરા માતપિતા તે ગુરૂ મહારાજ જ છે. આ પ્રમાણે વિચારી પિતાના મનમાં અભિગ્રહ કર્યો કે આજથી મારે નિરંતર ગુરૂજનની ભક્તિ કરવી. આ અભિગ્રહ ધારણ કરી દરરોજ તેત્રીસ આશાતના