________________
૫૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કેમ પેદા કરાય છે. અનેક કષ્ટ વેઠીને ભેગુ કરેલું દ્રવ્ય આમ વેડફી દઇશ. તા આપણે થાડા વખતમાં દરિદ્રી ( નિર્ધન ) થઇ જઇશુ. આ પ્રમાણે પિતાના ઠપકા સાંભળીને “પિતાને મારા કરતાં દ્રવ્ય વધારે વહાલું છે. ” એવું વિચારીને આજથી મારે પિતાની એક કાડી પણ હરામ છે. પરદેશ જઈને ઘણું ધન કમાઈને પછી જ પિતાના ઘરમાં આવીશ એવા સ'કલ્પ કરી મધ્ય રાત્રીએ જિનદત્ત પિતાનું ઘર છેાડીને ચાલી નીકળ્યા. અનુક્રમે ચાલતાં ચાલતાં ચંપાપુરીમાં ધનાવહ શેઠના ઘેર આવી પહોંચ્યા. આજ રાત્રીએ ધનાવહુ શેઠે કલ્પવૃક્ષનું સ્વપ્નું દીઠું હતું. તે પ્રમાણે નવીન અતિથિને જોઇને શેઠે બહુમાનપૂર્વક જિનદત્તને આસન આપ્યું. ગુણીજન જ્યાં જાય ત્યાં પેાતાના ગુણાથી દરેકને પ્રિય થાય છે, તેમ જિનદત્ત પેાતાના ગુણિપણાથી સાથે વાહના આખા કુટુંબને અત્યંત પ્રિય થયા. જિનદત્તે પણ પેાતાના ગુણેાથી ખેચાએલા સાર્થ વાહના આખા કુટુખને જૈન ધર્મના ઉપદેશ કરી જૈનધર્મ ઉપર પ્રીતિવાળું કયુ. સાથે વાહે અવસરે જિનદત્તને પૂછ્યું કે તમે અહી કેટલાક દિવસથી આવ્યા છે, પરંતુ તમારા ગામ, કુળ અને નામથી અમે અજાણ્ છીએ. તે હકીકત જો તમને કહેવામાં અડચણુ નહાય તા જણાવેા. ત્યારે જિનદત્તે પણ ચિત્રપટથી માંડીને સ હેવાલ કહી સભળાવ્યા. સા વાડે તે સાંભળીને તેને લાયક જાણી પેાતાની પુત્રી હરિપ્રભને માટી ધામધૂમ સાથે પરણાવી. વળી કન્યાદાનમાં પુષ્કળ દ્રવ્ય ઈને જમાઈને પ્રસન્ન કર્યાં. પુણ્યશાળી પુરૂષ જ્યાં જાય ત્યાં સુખી જ થાય છે.