________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૫
કરવું અને સમભાવે કષ્ટ સહન કરવાથી પેાતાને અને પરને ઘણા લાભ થાય છે.
ત્રીજા પ્રવચન પદના પ્રભાવ જણાવનારી શ્રી જિનદત્ત શેઠ અને હરિપ્રભાની કથા.
આ ભરત ક્ષેત્રમાં વસતપુર નામના નગરમાં જિનદાસ નામે વ્યવહારી હતા. તેને જિનદાસી નામે પ્રિયા અને જિનદત્ત નામે પુત્ર હતા. તે ચંદ્રાતપ નામના વિદ્યાધર રાજાને મિત્ર ( ભાઇબંધ ) હતા. તે વિદ્યાધરે જિનદત્તને બહુરૂપીણી નામની વિદ્યા આપી હતી. બંને મિત્રા એક વખત અગીચામાં ફરવા ગયા હતા તે વખતે એક પુરૂષ ચિત્રપટ લઇને જિનદત્તની પાસે આવ્યા. ચિત્રપટ જોઈ પ્રફુલ્લિત વને જિનદત્ત તે માણસને ‘આ કાનુ' ચિત્ર છે? એમ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે ચંપાનગરીમાં ધનાવહુ નામે શેઠ છે. તેની હરિપ્રભા નામની આ કન્યા છે. તેનાં રૂપ અને લાવણ્યનાં શા વખાણ કરવાં ? અથવા તે ઘણી રૂપવાળી છે. મે' મારી આજીવિકા ટકાવવા માટે તે કન્યાનું આ ચિત્ર ચિતર્યું છે.
ચિત્રકારની હકીકત સાંભળીને હરિપ્રભા ઉપર રાગવત થએલા જિનદત્ત એક લાખ દ્રવ્યની કિંમતના પેાતાના કદારે। આપીને તે ચિત્રપટ ખરીદ્ર કર્યું. તે ચિત્રપટ જોવાથી તેનુ રાગી અનેલું મન વ્યાપારમાં પણ સ્થિર થયું નહિ. આ વાતની તેના પિતાને ખબર પડી ત્યારે તે પુત્રને ઠપકા આપવા લાગ્યા કે નજીવી કિંમતની આ છબી તે લાખ દ્રવ્ય આપીને ખરીદ કરી, પરંતુ તને ખબર નથી કે દ્રવ્ય