________________
૫૫૪
[ શ્રી વિજયપધસૂરિકૃતલાંબા કાળ સુધી રાજ્યનું પાલન કરી મંત્રી સહિત રાજાએ શ્રી ગુરૂ મહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું.
એક વખતે ગુરૂ મહારાજાની આજ્ઞા લઈ તે મુનિ સમેતશિખર ઉપર સિદ્ધમૂર્તિની યાત્રા માટે ચાલ્યા. રસ્તામાં એવો અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી સિદ્ધ પરમાત્માની મૂર્તિનાં દર્શન ન થાય ત્યાં સુધી આહાર ન લે.” મુનિને દઢ અભિગ્રહ જાણી ઈન્દ્ર દેવસભામાં તેમના વખાણ કર્યા. તે ઉપર શ્રદ્ધા નહિ રાખનાર એક અગ્નિકુમાર દેવે તેમને માર્ગમાં ઘણું ઉપસર્ગ કર્યો. ભૂખ અને તરસની અતિ તીવ્ર વેદના ઉત્પન્ન કરી. તેમણે તે વેદના બે માસ સુધી સહન કરી તેથી કાયા ઘણી ક્ષીણ થઈ ગઈ પણ મુનિ ચલાયમાન ન થયા. અને તેમણે દેવની ઉપર રોષ પણ કર્યો નહિ. મુનિની દઢતા જોઈ દેવ પ્રગટ થયે. મુનિની સ્તુતિ કરી પિતાને અપરાધ ખમાવવા લાગ્યું. ત્યાર પછી મુનિએ સમેતશિખર જઈ સર્વ સિદ્ધ પ્રતિમાઓને વંદના કરી પારણું કર્યું. અંત સમયે અનશન કરી મંત્રી સહિત રાજષ બારમાં અયુત દેવલોકમાં દેવ થયા, ત્યાંથી આવી રાજર્ષિને જીવ મહાવિદેહમાં તીર્થંકર થઈ સિદ્ધિપદને પામશે. મંત્રી પણ રાજાના ભાવી તીર્થકરપણામાં તેમના ગણધર થઈ કેવલજ્ઞાન પામી મોક્ષે જશે.
આ પ્રમાણેનું હસ્તિપાલ રાજાનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય જીવ! તમે પણ શ્રી સિદ્ધપદનું આરાધન કરી તેવા બને. આ કથામાંથી બેધ એ મળે છે કે શત્રુનું પણ ભલું