________________
- ૫૫૩
શ્રી વિંશતિસ્થાનકપ્રદીપિકા ] ભગવંતના સ્વરૂપને જણાવનારી દેશના સાંભળીને પિતે સિદ્ધનું સ્વરૂપ તે પ્રમાણે અંગીકાર કરીને બાર વ્રત ઉચય વગેરે હકીકત કહી. તે સાંભળી રાજાએ વિચાર્યું કે તે પરમ ઉપકારી મુનિરાજ કયારે અહીં આવે અને હું પણ તેમનાં દર્શન કરી દેશના સાંભળીને કયારે કૃતાર્થ થાઉં. એવામાં ઘણા પરિવાર સાથે તે ધર્મશેષ મુનિરાજ તે નગરમાં આવ્યા. રાજા ગુરૂનું આગમન સાંભળી મંત્રી સાથે વંદના કરવા ગયે. ગુરૂએ પણ દેશના આપી અને તેમાં પણ સિદ્ધ સ્વરૂપનું વર્ણન કર્યું. દેશના સાંભળી રાજાએ કહ્યું કે જેની રૂપરેખા કે કાયા અગોચર છે એવા સિદ્ધ પરમાત્માની ભક્તિ કઈ રીતે કરવી તે આપ જણાવો. ત્યારે ગુરૂએ કહ્યું કે સિદ્ધિસ્થાનમાં રહેલા નિરંજન, નિરાકાર, નિકષાયી, શુદ્ધાત્મા સિદ્ધ સ્વરૂપનું લયલીનપણે દાન કરવું, અને તેમની મૂર્તિની દ્રવ્ય ભાવથી પૂજા કરવી. આ રીતે સિદ્ધપદની આરાધના કરનાર ભવ્ય જી ઘાતી કર્મનો ક્ષય કરી સિદ્ધિની સંપદાને પામે છે. રાજાએ પણ જિનધર્મને અંગીકાર કરીને સિદ્ધપદ આરાધવાનું વ્રત ગુરૂ પાસે અંગીકાર કર્યું.
ત્યાર પછી “મે સિદ્ધાણું” એ પદથી રાજા સિદ્ધપદની આરાધના કરવા લાગ્યો. રાજાએ આ પદની આરાધના કરતાં મંત્રીની સાથે સિદ્ધોના સ્થાન રૂ૫ શ્રી શત્રુંજય, સમેતશિખર વગેરે તીર્થોની બહુ ભક્તિ પૂર્વક યાત્રા કરી પિતાના આત્માને નિર્મળ કર્યો. એ પ્રમાણે નિર્મળ ધાનથી સિદ્ધપદનું આરાધન કરતાં રાજાએ મોક્ષસુખના નિધાન રૂ૫ તીર્થકર નામ કર્મને નિકાચિત બંધ કર્યો. ત્યાર પછી