________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૫૭
સસરાના આગ્રહથી કેટલાક દિવસ રાકાયા પછી જિનદત્ત પેાતાના ગામ જવાને તૈયાર થયા. ત્યારે શેઠે દાયજામાં પેાતાના અમૂલ્ય એકાવલી હાર તથા મીજી પણુ ઘણું દ્રવ્ય વગેરે આપ્યુ. તથા નાકરી અને રથ પાલખી આપી અનેને વિદાય કર્યો. પાતાના નગર તરફ આવતાં રસ્તામાં સરાવરના કાંઠે પડાવ નાખ્યા. ત્યાંથી થાડે દૂર ઝાડની ઘટાની પાસે કાઉસ્સગ્ગમાં રહેલા એક વિદ્યાધર મુનિને જોઇને તે સ્ત્રી પુરૂષ બ ંને જણ મુનિ પાસે આવ્યા. તેમને વંદના કરી બેઠા. એટલે મુનિએ કાઉસગ્ગ પારી ધર્મલાભ આપ્યા. તેમને ચેાગ્ય જાણી ધર્મ દેશના આપવા માંડી–હુ ભવ્યેા !
આ અનાદિ અને દુ:ખથી ભરેલા સ ંસારમાં પ્રાણીને ધર્મનું જ એક આલમન છે. ધર્મથી સર્વ પ્રકારનાં સુખ, વૈભવ, ઐશ્વર્યાં વગેરે મળે છે. ધર્મથી ઉત્તમ કુળમાં જન્મ થાય છે તથા અનંત આન ંદમય માક્ષ પણ ધર્મથી જ મેળવો શકાય છે. તે ધર્મ સર્વ જીવા ઉપર દયા રાખવી એમ એક પ્રકારે છે. જ્ઞાન અને ક્રિયાવડે એ પ્રકારે, જ્ઞાન દર્શન અને ચારિત્રથી ત્રણ પ્રકારે, દાન શિયલ તપ અને ભાવનાથી ચાર પ્રકારે, પંચ મહાવ્રતના ભેદથી પાંચ પ્રકારે, છ આવશ્યક રૂપે છ પ્રકારે, સાતનય વડે સાત પ્રકારે છે, આઠ પ્રવચન માતાના ભેદથી આઠ પ્રકારે છે. નવ તત્ત્વના ભેદથી નવ પ્રકારે છે, અને ક્ષમાદિ દશવિધ યતિધર્મના ભેદથી દશ પ્રકારે છે. તેનુ આરાધન કરવાથી ભવ્ય જીવા સર્વ કર્મથી રહિત થઇને પરમાનંદને પામે છે.
એ પ્રમાણે મુનિની દેશના સાંભળી જિનદત્તે કહ્યું કે