________________
૩૫૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કરી તેથી મારા પાપ કર્મીના નાશ થયા અને આ ભવે હું રાજાની પુત્રી થઇ. મેં મારા પતિને તે પ્રતિમાની પૂજા કરવાનું કહ્યું ત્યારે તે મારા ઉપર ક્રોધ લાવીને પ્રતિમાની નિંદા કરવા લાગ્યા. તેથી હજી પણ આ બિચારી પ્હેલાંના જેવા બીજો અવતાર પામીને લાકડાં લાવી ઉદરનિર્વાહ કરે છે. કર્મની વિચિત્રગતિ છે. રાણીની કહેલી હકીક્ત સાંભળીને કઢીઆરાને મેલાવી. જિનભક્તિ કરવા ઘણું સમજાયે, તે છતાં પણ પત્થર સરખા હૈયાવાળા તે કઠીઆરા સમજ્યા નહિ. રાજાએ પણ તેને અયેાગ્ય જાણી રજા આપી. અનુક્રમે દેવપાલ રાજાને દેવસેન નામે પુત્ર થયા. મેટા થયા ત્યારે તેનાં લગ્ન કરી રાજ્યભાર સોંપ્યા અને તે ખને જણાએ શ્રી ચંદ્રપ્રભગુરૂની પાસે ચારિત્ર ગ્રતુણુ કર્યું. નિર્મળ ભાવે સંયમને સાધવા લાગ્યાં. તે મને પરમ ઉલ્લાસથી જિનષિને ભાવપૂર્વક વંદના કરવા પૂર્વક તીર્થયાત્રા વિગેરેણુ કરતા હતા. આયુષ્ય પૂર્ણ થયે અંત સમયે અનશન કરી દેવપાલ પ્રાણત કલ્પમાં દેવપણે ઉપજ્યા. મનેારમા પણુ તેજ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થઈ. રાજાના જીવ ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થશે. અને મનારમાના છત્ર તેજ તીર્થંકરના ગણધર થશે. અંતે અને સિદ્ધ થશે. આમાંથી સાર એ લેવા કે અરિહંતની ભક્તિ કરવાથી નાકર પણ શેઠ થાય છે, નિન નારી પણ રાજકુંવરી થાય છે. પ્રભુ ભકિતની નિ ંદા કરવાથી ભવાભવ દરિદ્રતા (નિનપણું ) મળે છે. અરિહુ તપદના આરાધક કદાચ શ્રાવક હોય તે! પણ જિન નામના નિકાચિત "ધ કરી શકે.