________________
શ્રી વિશતિસ્થાનપ્રક્રીપિકા
૫૪૯
પૂજા એવા પણ એ ભેદ છે. તેમાં જિનેશ્વરના ગુણને સારી રીતે જાણીને વિધિપૂર્વક પ્રભુની ભક્તિ કરવી તે આભેગ પૂજા કહેવાય. અને ગુવિધિના અજાણ છતાં પરમ ઉલ્લાસથી વીતરાગની ભક્તિ કરવી તે અનાભાગ પૂજા કહેવાય. તે પણ બહુ લાભ આપે છે. આ રીતે કેવલીના ઉપદેશ સાંભળીને દેવપાલે શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યો. અવસરે તેણે મનેાહર વિશાળ દેરાસર ખંધાવી તેમાં માટી ધામધુમ પૂર્વક પ્રભુની પ્રતિમા પધરાવી. બહુ ભક્તિ પૂર્વીક પ્હેલા અરિહંત પટ્ટનું સાત્ત્વિક આરાધન કર્યું. અને તેના પ્રભાવે રાજા દેવપાલે શ્રી તીર્થંકર નામ કર્મના નિકાચિત અધ કર્યા.
એક દિવસ રાજા અને મનારમા રાણી નગરની મહાર ક્રીડા કરવા જતાં હતાં તે વખતે મનારમાએ દૂરથી માથા ઉપર ભારો લઈને આવતાં એક કઠીયારાને જોયા. તેને જોઇને રાણીને એકદમ મૂર્છા આવી. રાજાએ શીતેાપચારથી રાણીને સાવધાન કરી મૂર્છાનું કારણ પૂછ્યું; ત્યારે રાણીએ કહ્યું કે કડીઆરાને જોઇને મને જાતિસ્મરણ જ્ઞાન થયું તેથી મૂર્છા આવી. પછી રાણીએ રાજાને પાતાના પૂર્વ ભવ કહ્યો તે આ પ્રમાણે-પૂર્વ ભવમાં હું તથા આ કઢીઆર સ્ત્રી પુરૂષ હતા. અમે ઘણાં ગરીખ અને દુઃખી હતાં. તેથી જંગલમાંથી લાકડાં લાવીને અમે ગુજરાન ચલાવતા હતા. એક વખતે જંગલમાં લાકડાં લેવા ગયા હતા. ત્યારે અમે પર્વતની નદીના કાંઠે જિનમ્િબ જોયું. તે વખતે મેં ત્યાં જઈ પવિત્ર જળથી સ્નાન કરાવી, પુષ્પ ચડાવી અત્યંત ભક્તિથી સ્તુતિ