________________
૫૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
આજ્ઞા માનશે. તું પ્રભુ ભક્તિ મૂકીશ નહિ. દેવપાલે પણ તેમ કર્યું અને માટીના હાથી સજીવન થઈને ચાલ્યા. તે જોઈને સર્વે તેની આજ્ઞા માનવા લાગ્યા. કારણ કે લેાકેાએ માન્યું કે આપણા રાજાને કોઇ દેવ મદદ કરે છે.
એક વખત તે નગરમાં તેજ ક્રમસાર કેવલી પાર્યો. તેમને વંદના કરવા રાજા ગયા. ત્યાં મુનિએ વૈરાગ્યમય દેશના આપી. તેમાં પ્રસંગે વિસ્તારથી સાધુ ધર્મનું અને શ્રાવક ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. શ્રાવક ધર્મને સમજાવતાં ખાસ કરીને જિનેશ્વરની પૂજાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ. તેના ટુંક સાર આ પ્રમાણે(૧) મહામહેાત્સવપૂર્ણાંક પરમ ઉલ્લાસથી વિધિપૂર્વક પ્રભુના ગુણાને યાદ કરીને નિઃસ્પૃહભાવે જે ભક્તિ કરવી તે સાત્વિકી ભકિત કહેવાય. આ ભક્તિથી ઉભય લાકમાં સુખ પ્રાપ્તિ થાય છે. (૨) આ લેાકનાં સુખ પામવા માટે અથવા લેાકેાને ખૂશ કરવા કે આજીવિકા માટે જે પ્રભુની ભકિત કરવી તે બીજી રાજસી ભકિત કહેવાય. (૩) શત્રુના વિનાશ કરવા માટે કે ચિત્તમાં અહંકાર અને મત્સર ધારણ કરીને જે ભકિત કરાય તે ત્રીજી તામસી ભકિત કહેવાય. ત્રણમાં સાત્વિકી શ્રેષ્ઠ છે. તે કોઈક વિરલાજ કરી શકે છે. ખીજી રાજસી ભકિત મધ્યમ ગણાય છે અને ત્રીજી તામસી ભકિત જઘન્ય (હલકી) જાણવી. વળી જિનભકિતના પાંચ પ્રકાર આ પ્રમાણે−૧ પ્રભુની ફૂલ વિગેરેથી પૂજા કરવી. ૨ ધ્રુવ દ્રવ્ય વધારવું, ૩ તી યાત્રા વિગેરે યાત્રા કરવી. ૪ રથયાત્રા વિગેરે મહેાત્સવ કરવા, ૫ વીતરાગની આજ્ઞા પાળવી. વળી પૂજાના આભાગ પૂજા અને અનાલોગ