________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૧૪૭
આપું? તે વખતે રાજ્યની અધિષ્ઠાયિકા દેવીએ પ્રગટ થઈ કહ્યું કે પાંચ દિવ્ય જેને પુષ્પમાળ પહેરાવે તેને રાજ્ય દઇને તારી પુત્રી પરણાવજે. રાન્તએ અને મંત્રીએ પંચદિવ્ય કરી નગરમાં ફેરવ્યાં તે વખતે જિનપૂજાના પ્રભાવથી દેવપાલ ઉપર પુષ્પમાળા આરોપાઈ. રાજાએ તેને પેાતાનું રાજ્ય અને પુત્રી આપી અને પાતે કેવલી પાસે બીજે દિવસે ચારિત્ર લીધું, અને નિર્મળ ભાવે પાલીને સાધર્મ દેવલેાકમાં દેવપણે ઉપન્યા. એ પ્રમાણે એ દીવસના ચારિત્ર પાલનથી રાજાએ દેવતાઇ સુખ મેળવ્યાં
દેવપાલ રાજા થયા પરંતુ મંત્રી વગેરે કાઇ આજ્ઞા માનતા નથી. ત્યારે દેવપાલે સલાહ લેવા પાતાના વ્હેલાના (જુના ) શેઠને ખેલાવ્યા ત્યારે તે પણ અભિમાનથી ન આવ્યા. તેથી ચિંતાતુર થએલ દેવપાલ વનમાં નદીના કાંઠે રહેલા પ્રભુની પાસે આવ્યા ત્યાં ભાવપૂર્વક પ્રભુની સેવાભક્તિ કરીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ ! આપે મને રાજ્ય અપાવ્યું. પરંતુ ઘો વિનાના ભાજન જેવુ' આ રાજ્ય શા કામનું? કારણ કે મંત્રીએ તથા લેકે મારી આજ્ઞા માનતા નથી. તે બધા મારી આજ્ઞા માને તેવા મારે પ્રભાવ અને કીર્તિ વધારી. અહીં ચક્રેશ્વરી દેવીએ પ્રસન્ન થઈને કહ્યું કે તું ફીકર કરીશ નહિ તારે માટીના એક હાથી બનાવવેા, તેના ઉપર બેસીને તુ પ્રભુને વંદન કરવા નીકળજે એટલે મારા પ્રભાવથી તે હાથી સજીવનની જેમ ચાલશે. અને તે જોઈ ને ભય તથા નવાઈ પામેલા તે મંત્રી વિગેરે તારી