________________
શ્રી વિશતિસ્થાનક્તદીપિકા ]
પપ૧ બીજા સિદ્ધપદની આરાધનાનો પ્રભાવ જણાવનારી
હસ્તિપાલ રાજાની કથા. આ ભરતક્ષેત્રમાં સાકેતપુરપાટણ નામના નગરમાં હસ્તિપાલ નામે રાજા હતા. તેને બુદ્ધિને ભંડાર ચિત્ર નામને મન્ત્રી હતું. આ મત્રી રાજ્યના કાર્ય પ્રસંગે એક વખતે ચંપાપુરી નગરીમાં ભીમ રાજા પાસે ગયે. નગરીની શોભા જેવા નીકળતાં તે બારમા તીર્થ પતિ શ્રી વાસુપૂજ્ય સ્વામિના મંદિરમાં આવ્યું. ત્યાં પ્રભુને પરમ ઉલ્લાસથી વંદના નમસ્કાર કરી બહાર આવ્યા, ત્યાં સાધુઓની વચમાં બેઠેલા શ્રી ધર્મઘોષ ગુરૂને જોઈને હર્ષ પામી વિનય પૂર્વક નમીને મંત્રી તેમની આગળ બેઠે. ગુરૂએ જ્ઞાનેપગથી મંત્રીને લાયક જાણીને અમૃતમય દેશના આપવા માંડી. તે આ પ્રમાણે –
હે ભવ્ય છે ! આ સંસાર રૂપી અટવીમાં ભ્રમણ કરીને થાકેલા ભવ્ય જીવોને અમૃતના સરોવર જેવા જિન ધર્મને લાભ પૂરેપૂરાં પુણ્ય જાગ્યાં હોય તેજ થાય છે. સર્વ ની દયા પાળવી તેજ ઉત્કૃષ્ટ ધર્મ છે. જેમ આપણને આપણું પ્રાણુ વહાલા છે તેમ સર્વેને પિતાના પ્રાણ બહુ વહાલા લાગે છે. જેમ આપણને બીજે કઈ મારે તો દુઃખ થાય છે તેમ આપણે બીજાને મારીએ તે તેને પણ દુઃખ થાય છે, માટે જીવહિંસા કરવી નહિ જી ચૌદ પ્રકા ૨ના છે તે દરેકની ધમી જી રક્ષા કરે છે, કારણ કે તેઓ આત્મવત્ સર્વભૂતેષુ” એટલે સર્વ જીવોને પિતાના