________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
પર૩. કરનાર મુનિ જ હોય છે અને દેશથી સંયમનું પાલન કરનાર દેશવિરતિ શ્રાવકે છે. ભવભીરૂ શ્રાવકે પણ ઉપધાન. વહન વિગેરે ઉત્તમ સાધનેને સેવે, તે સર્વે સંયમને લાયક બની શકે છે. પરિણામે પરમાત્મ દશાને પણ પામી શકે છે. આ સંયમ અનહદ સમાધિ સુખને દેનારૂં છે એમ સમજીને પરમ ઉલ્લાસથી આ પદની આરાધના કરતાં જિન પદવીને પણ પામી શકાય છે. આ ચારિત્ર પદમાં સામાયિકાદિ ભેદની અને સંયમ પદમાં તેના કારણેની સાધના મુખ્ય હોય એમ સંભવે છે, આમાં ખરું તત્વ કેવલી જાણે. સંયમ પદને અંશે ઉપરની બીનાને વિચાર કરીને ભવ્ય જીએ આ પદની આરાધના કરવી જોઈએ.
૧૮ શ્રી અભિનવ જ્ઞાન પદ–આ પદમાં બુદ્ધિના આઠ ગુણ પામીને પિત પેતાની યોગ્યતા પ્રમાણે વિવિધ
ગને સ્થિર કરીને શ્રી ગુરૂ મહારાજની પાસે વિનયાદિ વિધિને જાળવીને નવા નવા ધર્મ શાસ્ત્રોને અભ્યાસ કરી નવું નવું તત્ત્વજ્ઞાન મેળવવું. વિશેષ પૃચ્છાદિક કરીને અનુભવે જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ થવું. આત્મિક દેષને દૂર કરીને નિર્મળ જ્ઞાન પૂર્વક ઉત્તમ ચારિત્રાદિ સ્વરૂપ સદાચારની સાધના કરવી જોઈએ. પ્રમાદ રહિત વર્તન કરવું કારણ કે કહ્યું છે કે “જ્ઞાની વિતિઃ ' જ્ઞાનનું ફલા વિરતિ છે. એટલે જ્યારે જ્ઞાનના ફલ રૂપ વિરતિ ગુણની સાધના કરીએ ત્યારે જાયું ખરું કહેવાય. એમ સમજીને નવું જ્ઞાન મેળવવાને માટે પ્રયત્ન શીલ ભવ્ય જીવ નિર્મલ જ્ઞાન ક્રિયાને સાધીને જિન પદવીને પણ પામે છે. હું તેવા