________________
પર
[ શ્રી વિજયપરિકૃતતીર્થકર પદવીને લાભ મેળવે, એજ ખરૂં કરવા લાયક કામ છે.
- ૧૬ શ્રી જિન પદ–આ પદથી જેમણે ક્રોધ વિગેરે
અઢાર દેને દૂર કર્યા છે, એવા વીતરાગ દશાને પામેલા ચાર ઘાતી કર્મને ક્ષય કરી કેવલ જ્ઞાન વિગેરે આત્માના સ્વાભાવિક ગુણેને ધારણ કરનારા સામાન્ય કેવલી, મુંડ કેવલી વિગેરે તમામ સર્વજ્ઞ ભગવંતની આરાધના કરાય છે. શરૂઆતમાં કહેલા શ્રી અરિહંત પદમાં એકલા તીર્થકરે જ લેવાના છે. બંનેમાં ફરક એ છે કે શ્રી સામાન્ય કેવલીઓને તીર્થકર નામ કર્મને ઉદય હેતું નથી અને શ્રી તીર્થકરોને જિનનામ કર્મને ઉદય હોય છે. જે રીતે પ્રાચીન મહા પુરૂષે સર્વજ્ઞ થયા તે રીતે આરાધક જીવ મન વચન કાયાથી આ પદને આરાધના તીર્થંકર પદવીને પણ પામે છે. આરાધના કરતી વખતે શ્રી કેવલી થયેલા પુણ્યશાલી જીના જીવનની જરૂર વિચારણા કરવી જોઈએ.
૧૭ શ્રી સંયમ પદ–સંયમ એટલે પાંચ આશ્રવેને ત્યાગ કરે, પાંચ ઈન્દ્રિયોને કાબુમાં રાખવી, ચાર કષાય જીતવા, ત્રણ દંડને ત્યાગ કરવો. આ સંયમ પદમાં એ વિચારવું કે વિષય સુખને ત્યાગ કરીને, ક્રોધાદિક કષાયને જીતીને, તમામ આશ્રવ દ્વારને બંધ કરીને પોતાના હિતને ચાહનારા જે ભવ્ય જી નિર્મલ મન વચન કાયાથી સંયમની સાત્વિકી આરાધના કરે છે, તેવા સંયમી જીવ જરૂર સિદ્ધિ પદને પામે છે. સર્વ સંયમનું પાલન