________________
૫૨૪.
[ શ્રી વિજયપધસૂરિકૃતગુણવંત આત્માઓને દરરોજ પરમ ઉલાસથી વંદન કરૂં છું. એમ આ પદની આરાધના કરતાં નિર્મલ ભાવના ભાવવી. આ રીતે દરેક પદના સ્વરૂપમાં સમજી લેવું.
૧૯ શ્રી શ્રુત પદ-અહીં શ્રત પદથી શ્રી ગણધર વિગેરે મહા પુરૂષોએ રચેલા અંગ સૂત્રાદિ લેવા. એના સૂત્ર, આગમ, સિદ્ધાન્ત, વિગેરે નામે છે, તથા તેને ઉપર શ્રી ભદ્રબાહુ સ્વામી વિગેરે પ્રાચીન મહા પુરૂષોએ રચેલા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા એ સૂત્રના યથાર્થ રહસ્યને જાણવાના સાધને છે તેને શ્રુતમાં સમાવેશ થાય છે. ગણધર, પ્રત્યેક બુદ્ધ, ચુત કેવલી, ચૌદ પૂર્વી, અને દશપૂર્વીએ રચેલું સૂત્ર કહેવાય છે. આવા સૂત્રે બત્રીશ દેષ વિનાના અને આઠ ગુણવાળા હોય છે. અને અર્થની અપેક્ષાએ તીર્થકર ભગવંતે સૂત્રના અર્થની દેશના આપે છે. મહા જ્ઞાની પુરૂ
ના રચેલા ભાષ્ય વગેરે પણ સૂત્રની માફક માનવા લાયક છે. કાલ, વિનય, બહુમાન, ગ, ઉપધાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચાર પાળીને આ કૃત પદનું આરાધન કરવું તે વખતે ૧૪-૨૦-૪૫ ભેદની અને અનંતરાગમાદિ ભેદની ભાવના કરવી. એક ચિત્તે આરાધતાં જિન પદવીને પણ બંધ વિગેરે મહા લાભ થાય છે. વિશેષ બીના કર્મગ્રંથ ટીકા વિગેરેમાં જણાવી છે.
૨૦ શ્રી તીર્થ પદ–જેનાથી આ સંસારરૂપી સમુદ્ર તરી શકાય તે તીર્થ કહેવાય છે. આ તીર્થના બે પ્રકાર ગણાવ્યા છે. ૧ જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીર્થ,