________________
૫૦૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
સ્થાપના, દ્રવ્ય, ભાવથી તપ પદની સંપૂર્ણ વિચારણા કરી શકાય છે. તેમાં ચક્રવત્તી વિગેરે રાજાએ છ ખાંડની સાધના વિગેરે મુદ્દાથી જે તેર અઠ્ઠમ કરે, તથા કેટલાએક લક્ષ્મીની ઇચ્છાવાળા અજ્ઞાન જીવા કેસરીઆજી વિગેરે તીર્થાદિ સ્થલે જઈને જે તપ કરે, અને શત્રુને નાશ કરવાના ઇરાદાથી જે તપ કરાય તે દ્રવ્ય તપ કહેવાય છે. અન્ય મતમાં જણા વેલા ચાંદ્રાયણ વિગેરે તપ પણ દ્રવ્ય તપ કહેવાય. અને નિયાણાની ભાવના વિના તપનું સ્વરૂપ સમજીને શુકલ મુહૂત્તે ગુરૂ મહારાજની પાસે નંદી ન ંદ) ની પાસે વિધિપૂર્વક તપને ઉચ્ચારીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પરમ ઉલ્લાસથી કેવલ ( ફક્ત ) કર્મને ખપાવવાના મુદ્દાથી જે તપ કરાય તે ભાવ તપ કહેવાય. ભાવ તપની આરાધના કરનારા ભવ્ય જીવા એ તપનું સ્વરૂપ ઉપયોગ પૂર્ણાંક વિચારતાં તપની સાધના કરે, તેા તે જીવાને આગમ ભાવ નિક્ષેપના અભિપ્રાયે તપ કહેવાય. તથા જે જીવા તપશ્ચર્યા ન કરે અને તપનું સ્વરૂપ ઉપયોગ પૂર્વક વિચારે તે આગમ ભા નિક્ષેપના અભિપ્રાયે તપ કહેવાય. આ તપના ખાર ભેદ દૃષ્ટાંત સાથે શ્રી ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથામાં વિસ્તારથી જણાવ્યા છે.
તપસ્યા કરનારા ભવ્ય વાના ગુણા.
પ્રખલ પુણ્યાયે આવા તપ કરવાના અવસર મળે છે. તપસ્યાના કરનારા ભવ્ય જીવેએ (૧) ક્ષમા, (૨) ધૈર્ય, (૩) શાંતિ, (૪) થાડી નિદ્રા, (૫) રીતસર આહાર, (૬)