________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૪૯૯ સદગુણ શ્રી ગુરૂમહારાજના કહ્યા મુજબ પ્રાયશ્ચિત્ત વિગેરે શુભ આલંબનના સેવનથી દૂર કરી શકાય છે. પણ નિકાચિત કર્મોની બાબતમાં સાધારણ નિયમ એવો છે કે તે કર્મ બાંધ્યા પ્રમાણે ભેગવવું પડે. અહીં અપવાદ એ છે કે નિયાણુને ત્યાગ કરીને ક્ષમાં ગુણ રાખીને પરમ ઉલ્લાસથી વિધિ સહિત તપસ્યા કરતાં નિકાચિત કર્મોને પણ નાશ થઈ શકે છે. વસ્તુસ્થિતિ આમ હોવાથી જ ચૌદમે ગુણઠાણે શુકલ ધ્યાન રૂપ તપથી ઘણું કર્મોનો નાશ કરીને થોડા ટાઈમે અગી ભગવંત સિદ્ધિપદને પામે છે. શ્રી જૈનેન્દ્ર શાસનમાં વિવિધ પ્રકારની તપસ્યાઓ બતાવી છે, તેમાંની કેટલીક તપસ્યાઓનું વર્ણન શ્રી જ્ઞાતાસૂત્ર અંતગડદશાંગ વિગેરે દ્વાદશાંગી ગણિપિટકના અંગરૂપ ગણાતા સૂત્રોમાં પણ આવે છે. ત્યાં તપસ્યાના છેવટના ફલ રૂપે એ પણ જણાવ્યું છે કે “વાવ તેને સિદ્ધા” (આથી એમ પણ સાબીત થાય છે કે ગિરિરાજનું નામ મુખ્ય સૂત્રોમાં પણ વખાણ્ય છે, અને સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરતાં તે વાત અનાદિ કાલીન મૂર્તિપૂજાને પણ સિદ્ધ કરે છે) અહીં (૧) તપસ્યાને પ્રભાવ, (૨) તપ કરવાની વિશેષ જરૂરીયાત, (૩) તેમાંના વીસ સ્થાનક પદને પ્રભાવ, (૪) તેની વિધિ, (૫) તે પ્રમાણે આરાધના કરનારને શું લાભ થયે? આ ક્રમે પાંચ બીના જણાવીશું. તેમાં
તપનું સ્વરૂપ લઘુ કમ ભવ્ય જે વધારે પ્રમાણમાં કર્મોની નિર્જરા કરવાને માટે જેની સેવન કરે, તે તપ કહેવાય. નામ,