________________
૪૮૪
[ શ્રી વિજયપધસૂરિકૃતરહિત પણે ) મારા શરીરને પિતાના શિંગડાં ખંજવાલી ખંજવાલીને બહુ રાજી થાય, મારો આ શુભ દિવસ ક્યારે આવશે ? ૭ :
વળી સર્વસ્વ ત્યાગ કરીને અત્યંત દયા ગુણને ધારણ કરીને અને ગુરૂએ કહેલા ઉત્તમ કિયા સહિત તત્વ જ્ઞાનનું જ શરણું લઈને પવિત્ર અરણ્યમાં રહેલા એવા અમે ઉદય પામેલા શરદ ઋતુના ચન્દ્રવાળી રાત્રિના ટાઈમે ઉત્તમ ત્યાગ ધર્મને ધારણ કરવાથી થતા લાને વારંવાર યાદ કરીને પરમાત્મ ગુણનું સ્મરણ કરીને માનવ જીવનના ઉત્તમ ફલરૂપ પરમ પદને જ્યારે પામીશું ? ૮
આ પ્રમાણે ગ્રંથકાર કવિરાજે પણ વૈરાગ્યવંત ભવ્ય ઇવેને ભાવવા (વિચારવા) લાયક સુંદર ભાવના દર્શાવી (જણાવી) છે. અથવા આ ગ્રન્થકર્તા કવિ પોતે જ આ લેકમાં કહેલી ભાવના ભાવે છે. અહીં ભવ્ય છાએ ભરત મહારાજા કૂર્મપુત્ર વિગેરે પુણ્યશાલી જીના દષ્ટાંતે વિચારીને નિર્મલ ભાવ પૂર્વક દાનાદિ ધર્મની સાધના કરીને પિતાના આત્માને સિદ્ધ સ્વરૂપ જરૂર બનાવ જોઈએ.
એ પણ જરૂર યાદ રાખવું જોઈએ. નિર્મલ ભાવના ભાવવાના કાલમાં પણ નિર્મલ દર્શન વિગેરે ત્રણેની સાધના જરૂર હોય જ છે, તે વિના સિદ્ધિના સુખ મળી શકે જ નહિ, અને એ જ પદ્ધતિએ અનંતા શ્રી ભરત મહારાજાદિ પૂજ્ય પુરૂષની મુક્તિ થઈ છે, થાય છે, અને થશે. એકલી ભાવનાથી ઈષ્ટ કાર્યની સિદ્ધિ થાય જ નહિ એ આ લેકનું